Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓને મદદરૂપ થતી યુ.એસ.નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘મૈત્રી'' ૩ માર્ચના રોજ યોજાયેલા ૨૭મા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ૬,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા

ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ મદદરૂપ થતી તથા આશ્રય અપાવવાનું કામ કરતી નોન પ્રોફિટ સંસ્‍થા મૈત્રીના ઉપક્રમે તાજેતરમાં ૩ માર્ચ ૨૦૧૮ના રોજ પાલો આલ્‍ટો કેલિફોર્નિયા મુકામે ૨૭મો વાર્ષિક ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ૬,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા હતા.

૧.૬ મિલીયન ડોલરના બજેટ સાથેના આ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝશનને ૬૬ ટકા જેટલો હિસ્‍સો ગવર્મેન્‍ટ ગ્રાન્‍ટસ દ્વારા ફાળવવામાં આવે છે. તથા બાકીની રકમ ડોનર્સ દ્વારા ભેગી કરવામાં આવે છે. તેવું મૈત્રી પ્રેસિડન્‍ટ સુશ્રી સોનિયા પેલીઆએ જણાવ્‍યું હતું.

ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ મદદ મેળવવા માટે મૈત્રીના ટોલ ફ્રી હેલ્‍પ લાઇન નં.૮૮૮-૮૬૨-૪૮૭૪ દ્વારા સંપર્ક સાધી શકે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:27 pm IST)