Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભારત સરકાર દ્વારા અપાતા e-visa નો વ્‍યાપ વધારાયોઃ વિશ્વના ૧૬૩ દેશોના નાગરિકો માટે ઓનલાઇન વીઝા સર્વિસઃ હોમ મિનીસ્‍ટ્રી મીટીંગમાં લેવાયેલો નિર્ણય

ન્‍યુ દિલ્‍હીઃ વિદેશમાં વસતા ભારતીયો તથા વિવિધ દેશોના વતનીઓને ભારતના પ્રવાસ માટે અપાતા e-visa ને સાંપડેલી અસાધારણ સફળતાને ધ્‍યાને લઇ હવે ભારત સરકાર જુદા જુદા પ્રકારના ઓનલાઇન વીઝાને લગતી સેવાઓનું વિસ્‍તૃતીકરણ કરવા જઇ રહી છે. તેવું હોમ મિનીસ્‍ટ્રીની ગઇકાલ ૮ માર્ચના રોજ મળેલી મીટીંગમાં નક્કી કરાયુ હતું.જે પ્રસંગે હોમ મિનીસ્‍ટર શ્રી રાજનાથ સિંઘએ તમામ પાસાઓનો અભ્‍યાસ કરી વિશદ છણાંવટ કરી હતી.

હાલમાં ઇન્‍ટીગ્રેટેડ વીઝા ફોરેનર્સ રજીસ્‍ટ્રેશન એન્‍ડ ટ્રેકીંગ (IVFRT) ભારતના વિદેશોમાં આવેલા ૧૬૩ રાજદૂતાવાસમાં તથા ૨૫ ઇન્‍ટરનેશન એરપોર્ટ ઉપર અમલી બનાવાઇ છે.જેના થકી વિદેશી નાગરિકોને ઓનલાઇન વીઝા સેવાઓ મળી રહી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:25 pm IST)
  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST