Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

‘‘વિભા હોલી ૨૦૧૮'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં ૪ માર્ચ ૨૦૧૮ના રોજ ઉજવાયેલા હોલી ઉત્‍સવમાં ૪૦૦૦ લોકો ઉમટી પડયાઃ હોલિકા દહન, ડાન્‍સ,ફુડ, ઇનામો, મ્‍યુઝીક તથા મનોરંજનની ભરમારનો આનંદ માણ્‍યો

હયુસ્‍ટનઃ ‘‘વિભા હોલી ૨૦૧૮'' યુ.એસ.માં હયુસ્‍ટન મુકામે ઇન્‍ડિયા હાઉસ ખાતે ૪ માર્ચના રોજ વિભા હોલીનું આયોજન કરાયું હતું. જેવા ૪ હજાર ઉપરાંતલોકો ઉમટી પડયા હતા.

તારા એનર્જી, નમસ્‍કાર એન્‍ટરટેઇનમેન્‍ટ, તથા ગ્‍લોબલ દેસીસ સાથેના સંયુક્‍ત ઉપક્રમે વિભા આયોજીત આ હોલી ઉત્‍સવમાં ડી.જે. અજ્‍યુકમારે ઉપસ્‍થિતોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. ફુડ બુથના આયોજનો કરાયા હતા. બોલીવુડ સ્‍ટાઇલ ડાન્‍સલ મનોરંજન યોજાયા હતા. જુદા જુદા પ્રકારના ઇનામો વિતરણ કરાયા હતા.સનાતન શિવશક્‍તિ મંદિરના શાસ્‍ત્રી શ્રી હાર્દિકભાઇ રાવલ દ્વારા હોલિકા દહનનું આયોજન કરાયું હતું. ૬૦ હજાર ડોલરની વિભા દ્વારા હાર્વે હરિકેત બાદ ભેગી થયેલી રકમ અસરગ્રસ્‍તોને વિતરણ કરાઇ હતી.

વિભા હયુસ્‍ટન વોલન્‍ટીઅર્સ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:24 pm IST)
  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST