Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

‘‘હેરી એસ ટ્રુમન સ્‍કોલરશીપ'': ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૧૯૪ સ્‍કોલર્સ પૈકી ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ લીડરશીપ, પબ્‍લીક સર્વિસ, તથા એકેડમિક સિધ્‍ધિઓ બદલ કરાયેલી પસંદગી

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં હેરીએસ.ટ્રુમન સ્‍કોલરશીપ ફાઉન્‍ડેશન દ્વારા ૨૦૧૮ની સાલ માટેના ૧૯૪ સ્‍કોલર્સના નામો જાહેર કરાયા છે. ૩૧૩ ઇન્‍સ્‍ટીટયુટની ૭૫.૬ ફાઇલોમાંથી ૧૩૭ ઇન્‍સ્‍ટીટયુટના પસંદ થયેલા આખરી ૧૯૪ સ્‍કોલર્સમાં ૧ ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન મેળવ્‍યુ છે જેઓને લીડરશીપ, પબ્‍લીક સર્વિસ, તેમજ એકેડેમિક સિધ્‍ધઓના આધારે પસંદ કરાયા છે જે તમામના ફાઉન્‍ડેશનની રીજીયોનલ રીવ્‍યુ પેનલ દ્વારા ૨ માર્ચથી ૬ એપ્રિલ દરમિયાન ઇન્‍ટરવ્‍યુ લેવાશે. બાદમાં ૨૦ એપ્રિલના રોજ પસંદ થયેલા સ્‍કોલર્સના નામોની ઘોષણા કરાશે.

ફાઇનલ લીસ્‍ટમાં સમાવેશ ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસમાં કેલિફોર્નિયા રીજીયનમાંથી દીપકકુમાર તથા કિરણ શ્રીધર, કોલોરાડોમાંથી સેરિન સિંઘ તથા મોહિની ટાન્‍ગ્રી, જયોર્જીયામાંથી કેવિ પાંડિયન, વિષ્‍નુ રામચંદ્રન, મેસ્‍સેચ્‍યુએટસમાંથઈ અક્ષયા ચિટ્ટીબાબુ, તથા જીયા નાયર  પેન્‍સિલવેનિઆમાંથી આયેશઆ દુરાની,  નોર્થ કેરોલિનામાંથી શ્રીવિદ્યા બાલા સુબ્રમણ્‍યમ, પેસિફિક નોર્થવેસ્‍ટ સ્‍ટેટમાંથી શ્રાવ્‍યા ટાડેપલ્લી, વોશીંગ્‍ટનમાંથી સિટારા નાથ, ટેકસાસમાંથઈ સનાહ જીવાણી, તથા કુશલ કાડકિયા, તથા વિસ્‍કોસિનમાંથી વિશાલ નારાયણ સ્‍વામીનો સમાવેશ થાય છે.

(10:22 pm IST)