Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કમિશન કમાવા માટે દવાઓના વધારે પડતા પ્રિસ્‍ક્રીપ્‍શન લખી નાખ્‍યાઃ પ્રતિબંધીત દવાઓ પણ લખી આપીઃ યુ.એસ.ના વર્જીનીયામાં એક ઇન્‍ડિયન અમેરિકન સહિત ૧૦ ફીઝીશીયન્‍સ ઉપર આરોપ

વર્જીનીયાઃ યુ.એસ.ના વર્જીનીયામાં દવાઓના વધારે પડતા પ્રિસ્‍ક્રીપ્‍શન લખી દર્દીઓના જાન સાથે ચેડા કરવા બદલ એક ઇન્‍ડિયન અમેરિકન સહિત ૧૦ ફીઝીશીયન્‍સ ઉપર આરોપો લગાવાયા છે.

કમિશન મેળવવાની લાલચમાં લખાયેલા વધારે પડતા પ્રિસ્‍ક્રીપ્‍શનના કારણે ૨ દર્દીઓના મોત થયા હતાં. જે ૧૦ આરોપી ફીઝીશીયન્‍સ છે તેમાં એક ઇન્‍ડિયન અમેરિકન શ્રી સંજય મહેતાનો સમાવેશ થાય છે. જેમણે પ્રતિબંધિત દવાઓ પણ લખી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:52 pm IST)
  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST