Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થી CAPAC ઇમિગ્રેશન ટાસ્ક ફોર્સ કો-ચેર બન્યા : કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલના ચેરમેન પદ હેઠળ કામગીરી બજાવશે

વોશિંગટન : સતત ત્રીજી ટર્મમાં પણ કોંગ્રેસમેન તરીકે ચૂંટાઈ આવેલા ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીની નિમણુંક CAPAC ઇમિગ્રેશન ટાસ્ક ફોર્સ  કો-ચેર તરીકે થઇ છે.

કોંગ્રેશનલ એશિયન પેસિફિક અમેરિકન કોકસે 2 ફેબ્રુઆરીના રોજ કરેલી ઘોષણાં મુજબ તેઓને ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક આપવામાં આવી છે.તેઓ ઇન્ડિયન અમેરિકન  કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલના ચેરમેન પદ હેઠળ કામગીરી બજાવશે .

શ્રી રાજા કૃષ્ણમુર્થીએ ઉપરોક્ત પદ ઉપર નિમણુંક મળવા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો.તથા ઇમિગ્રેશન સિસ્ટમ સુવ્યવસ્થિત કરવાનો કોલ આપ્યો હતો.જેથી ઈમિગ્રન્ટ્સનું અમેરિકન ડ્રિમ સાકાર થઇ શકે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:07 pm IST)