Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવરાત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી :  યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્‍ડ મુકામે આગામી ૧૩ ફેબ્રુ. ર૦૧૮ મંગળવારના રોજ ‘‘મહા શિવરાત્રી'' પર્વની ઉજવણી કરાશે.

ઉજવણી અંતર્ગત સમુહ શિવલીંગ પૂજાનું આયોજન કરાયું છે. અભિષેક તથા આરતીનો સમય સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ દરમિયાન તથા ધૂન, ભજન, અને આરતીનો સમય સાંજે પ થી ૭ વાગ્‍યા દરમિયાન રાખવામાં આવ્‍યો છે.

સમુહ શિવલીંગ પૂજા રાત્રે ૮ વાગ્‍યાથી ૯-૩૦ વાગ્‍યા દરમિયાન કરાશે જેમાં ભાગ લેનાર દરેકને પૂજા માટે શિવલીંગ અપાશે.

પરંપરાગત અભિષેક રાત્રે બીજા, ત્રીજા તથા ચોથા પ્રહરે કરી આખી રાત પૂજા પ્રાર્થના કરાશે.

પૂજા વિધિ માટે ૧૦૧ ડોલર ડોનેશન રાખવામાં આવેલ છે. તથા તે માટે અગાઉથી રજીસ્‍ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.

વિશેષ માહિતી માટે શ્રી ચંદ્રકાંત ચોવ (૩૦૧-૪ર૧-૦૯૮પ) અથવા શ્રી વિનોદ પટેલ (૩૦૧-પર૬-૩૦૯૬)નો સંપર્ક સાધવા જણાવાયું છે.

 વિશેષમાં જણાવાયા મુજબ મંદિરની સ્‍થાપનના રપ વર્ષની રજત જયંતિ જુન -ર૦૧૮માં ઉજવાશે જેની વિગત હવે પછી પ્રસારિત કરાશે.

(9:38 pm IST)
  • સુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ :બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 1:11 am IST

  • હાઈવોલ્ટેજ વાયરથી કરંટ લાગતા એક જ પરિવારના ૩-૩ સભ્યોના કરૂણ મોતઃ તાપી જિલ્લામાં ડમ્પર સાથે ખુલ્લો વીજતાર અડી જતા સોનગઢ - મેઢા ગામમાં ડ્રાઈવર અને માતા-પિતા સહિત ૩ના સ્થળ પર કરૂણ મોત થયા છે access_time 11:42 am IST

  • કિમ જોંગની પરમાણુ ધમકીથી અમેરીકા ચિંતીતઃ ઉત્તર કોરિયાઈ કિમ જોંગ ઉને ફરી એકવાર જણાવ્યું કે, પરમાણુ અને મિસાઈલ પરીક્ષણ કરનાર ઉત્તર કોરિયા વિશ્વ સ્તરીય સૈન્ય મહાશકિત બની ગયું છે : હવે કોઈ પણ દેશ ઉત્તર કોરિયા તરફ ખરાબ નજરથી જોશે તો તેને પરીણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે access_time 4:12 pm IST