Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

શ્રી સ્વામીનારાયણ સનાતન મંદિર સવાનાહ -જયોર્જીયા ખાતે ઉજવાયો શાકોત્સવ

હિંદુ સંસ્કૃતિ પ્રવર્તનના કેન્દ્ર સમાન સવાનાહ-જયોર્જીયા ખાતે આવેલ SGVP ગુરૂકુલ, સનાતન મંદિર (SGVP અમદાવાદની શાખા) ખાતે વિવિધતા સભર અનેક ઉત્સવો ઉજવાતા રહે છે.

સ્વામી શ્રી માધવપ્રિયદાસજી પ્રેરણાથી ત્રીજી ફેબ્રુઆરી, શનિવારના દિવસે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોયા દરબાર સુરા ખાચરે પોતાની સમગ્ર સંપતિ ભગવાનશ્રી સ્વામિનારાયણ સમર્પિત કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણ એ સંપત્તિમાંથી શાકોત્સવ કરી હજારો સંતો-હરિભકતોને જમાડયા હતા. એ સમયે ભગવાનશ્રી સ્વામિનારાયણે જાતે રીંગણાનું શાક કર્યુ હતું. એ પાવનકારી શાકોત્સવની સ્મૃતિમાં આજે પણ ઠેર-ઠેર શાકોત્સવ કરવામાં આવે છે.

આ પવિત્ર પ્રસંગનું સ્મરણ કરીને અમેરિકા ખાતે પણ શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાકોત્સવનો લાભ લેવા જયોર્જીયાના વિવિધ વિસ્તારોમાંથી ભાવિક ભકતજનો પધાર્યા હતા.

શાકોત્સવની કથાનું ગાન કરતા સાધુ ભકિતવેદાંતદાસજી એ સુરાખાચરના જીવનને આધારે પ્રેરણાત્મક કથાવાર્તા કરી હતી. જયારે શાસ્ત્રી શ્રી કુંજવિહારીદાસજી તથા સ્વયંસેવક ભાઇ-બહેનોને શાકોત્સવની ખુબ જ સુંદર તૈયારીઓ કરી હતી.

શાકોત્સવનો અનોખો સ્વાદ માણીને અમેરિકામાં વસતા ભારતીય ભાઇ-બહેનોને પોતાના વતનની યાદ તાજી થઇ ગઇ હતી. (૯.૬)

(2:28 pm IST)