Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ફ્રાંસમાં યોજાનાર કલાઇમેટ સાયન્‍સ પ્રોગ્રામમાં હાજરી આપવા ઇન્‍ડિયન અમેરિકન શ્રી વેંકટરામાની બાલાજીની પસંદગી : ફ્રાંસ પ્રેસિડન્‍ટ દ્વારા પસંદ કરાયેલ ૯ મહિલા તથા ૧૧ પુરુષ સંશોધકોની ટીમમાં સમાવેશ

પ્રિન્‍સેટોન : યુ.એસ.ની પ્રિન્‍સેટોન યુનિવર્સિટીના સંશોધક ઇન્‍ડિયન અમેરિકન શ્રી વેંકટરામાની બાલાજીની પસંદગી ફ્રેંચ પ્રેસિડન્‍ટ આયોજીત કલાઇમેટ સાયન્‍સ પ્રોગ્રામમાં હાજરી આપવા માટે થઇ છે. આ માટે પસંદ કરાયેલા ૧૮ સંશોધકોમાં તેમનો સમાવેશ થયો છે.

યુનિવર્સિટીના એટમોસફેરીક એન્‍ડ ઓસીએનિક સાયન્‍સ પ્રોગ્રામ અંતર્ગત મોડેલીંગ સિસ્‍ટમ ગૃપના હેડ તરીકે તેઓ જવાબદારી સંભાળે છે. તેમજ પ્રિન્‍સેટોન ઇન્‍સ્‍ટીટયુટ ફોર કોમ્‍યુટેશનલ સાયન્‍સ એન્‍ડ એન્‍જીનીયરીંગના એશોશિએટ ફેકલ્‍ટી મેમ્‍બર છે.

ફ્રાંસ પ્રેસિડન્‍ટ દ્વારા સાયન્‍ટીફીક રિસર્ચ માટે પસંદ કરાયેલ સાત મહિલાઓ તથા ૧૧ પુરુષ સંશોધકોમાં તેમણે સ્‍થાન મેળવ્‍યું છે. જેઓ કલાઇમેટને લગતા પ્રશ્નો કે જેની અસર ખેતીવાડી તથા ખોરાક, રિન્‍જીએબલ એનર્જી સહિતની બાબતો અંગે મંતવ્‍યો તથા સંશોધનો રજુ કરશે.

(9:13 pm IST)