Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદની રેસમાં એશિયન અમેરિકન એન્ડ્ર્યુ યાન આગળ : ત્રીજા ક્વાર્ટરના અંતે 1.5 મિલિયન ડોલરનું ફંડ ભેગું કરી લીધું : ઇન્ડિયન અમેરિકન મતદારોનો ઝોક જો બિડન તરફ

વોશિંગટન : અમેરિકામાં 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં એન્ડ્ર્યુ યાન સૌથી આગળ નીકળી ગયા છે.તેમણે ત્રીજા ક્વાર્ટરના અંતે 1.5 મિલિયન ડોલરનું ફંડ ભેગું કરી લીધું છે.તેમજ ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં 4 લાખ ડોનર્સ વચ્ચે 16.5  મિલિયન  ડોલરનું ફંડ ભેગુ થઇ જવા પામ્યું છે તેવું તેમના ચૂંટણી કંપેન દ્વારા જાહેર કરાયું છે.

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીએ પ્રથમ ક્વાર્ટરમાં હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડને સૌથી વધુ સમર્થન કર્યું હતું જયારે બીજા ક્વાર્ટરમાં જેમણે હવે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે તે ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર સુશ્રી કમલા હેરિસને આગળ કર્યા હતા તથા ત્રીજા ક્વાર્ટરમાં પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડનને સમર્થન આપ્યું હતું .જેઓ પ્રત્યે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી વિશેષ લગાવ ધરાવે છે.તેવું   ડેટા પ્રોફેસર શ્રી કાર્થિક રામક્રિષ્નને જણાવ્યું હતું . તેમના મંતવ્ય મુજબ હાલમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવારોમાં જો બિડન તથા બર્ની સેન્ડર્સ પ્રત્યે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીનો ઝુકાવ જણાય છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્ના બર્ની સેન્ડર્સના ચૂંટણી કમપેનમાં શામેલ છે.

(1:16 pm IST)
  • વિદેશી કચરો ભારતમાં ઠાલવવાના કૌભાંડનો પર્દાફાશ : મુંદ્રા પોર્ટ પર 310થી વધુ વિદેશી કન્ટેનરોની અટકાયત : વિદેશમાંથી કચરાને પેક કરી મોકલી દેવાયા હોય તેવો જથ્થો મળ્યો : આવા કુલ કેટલા કન્ટેનરો છે તેની તપાસ ચાલુ : રિપોર્ટ ફાઈલ કરી તેમને પાછા મોકલવાની દિશામાં કામ કરી રહ્યું છે તંત્ર access_time 6:17 pm IST

  • જેએનયુ વિવાદ પર કંગના રનૌતનું મોટું નિવેદન : કહ્યું ગુંડાઓને ચાર-ચાર ઝાપટ મારો : ફિલ્મ પંગાના પ્રમોશન દરમિયાન કંગનાએ કહ્યું તોફાની તત્વોને પોલીસ કસ્ટડીમાં લઈ લો અને ચાર -ચાર થપ્પડ મારી દો જેથી તેમનો અહંકાર દૂર થાય. :આવા ગુંડાઓ દરેક શેરી, વિસ્તાર અને કોલેજોમાં હોય છે :તેમને રાષ્ટ્રીય મુદ્દો બનાવશો નહીં. આ મુદ્દા રાષ્ટ્રીય મુદ્દાઓને લાયક નથી access_time 11:56 pm IST

  • રાજ્ય પોલીસ દ્વારા 11મી જાન્યુઆરીથી સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેકટની શુભારંભ કરવામાં આવી રહ્યો છે. 11મી જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં વિશ્વાસ એટલે કે સીસીટીવીના એવા નેટવર્ક જેના થકી ગુનાહિત પ્રવૃત્તિ પર પોલીસની બાજનજર રહે. અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ એમ બંન્ને રીતે કામ કરશે. સાયબર ક્રાઇમને નાથવા, કંટ્રોલ કરવા માટે તેમજ નાગરિકાના જીવનને વધુ સુરક્ષિત કરવાના હેતુથી સાયબર અશ્વસ્ત નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. access_time 10:53 pm IST