Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

" EGS77 " : આકાશગંગામાં પૃથ્વીથી 130 કરોડ પ્રકાશ વર્ષ દૂર આવેલું નવું ગ્રુપ : ભારતીય મૂળના વૈજ્ઞાનિક શ્રી વિઠ્ઠલ તિલવીના નેતૃત્વ હેઠળ એસ્ટ્રોનૉમસની ઇન્ટરનેશનલ ટીમનું સંશોધન : બ્રહ્માંડના ઉદભવ અંગે જાણકારી મળશે

વોશિંગટન : ભારતીય મૂળના વૈજ્ઞાનિક શ્રી વિઠ્ઠલ તિલવીના નેતૃત્વ હેઠળ NASAથી સંબંધિત એસ્ટ્રોનૉમસની ઇન્ટરનેશનલ ટીમએ કરેલા સંશોધન મુજબ  આકાશગંગામાં પૃથ્વીથી 130 કરોડ પ્રકાશ વર્ષ દૂર આવેલું  નવું ગ્રુપ  જોવા મળ્યું છે. જેને " EGS77 " નામ આપવામાં આવ્યું છે

શ્રી તિલ્વી અને તેમની ટીમને સફળતા ચાર વર્ષની કોશિષ બાદ મળી છે. આકાશગંગા (ગેલેક્સીસ) ના ગ્રૂપમાંથી એસ્ટ્રોનૉમર્સને બ્રહ્માંડની શરૂઆત અંગે જાણવા અને ભાળ મેળવવામાં મદદ મળશે કે જ્યારે બ્રહ્માંડનો ઉદ્ભવ થયો હતો, તો તેમાં કયા-કયા કેમિકલ્સ હાજર હતા.તેમજ બ્રહ્માંડના ઉદભવ અંગે પણ જાણકારી મળશે જે અંગે શ્રી તિલ્વીએ કહ્યું કે આપણે જેટલું વધારે જોઇએ છે, આપણને સમયમાં પાછળ દેખાવા લાગે છે. એવું એટલા માટે કારણ કે તારાઓની જે રોશની આજે પૃથ્વી પર પહોંચી રહી છે તે 130 કરોડ વર્ષ બાદ અહીં પહોંચી છે અને તેમાં ગેલેક્સી ગ્રૂપ અંગે માહિતી છે. સારી વાત છે કે ગેલેક્સીસની  જે હીટ નીકળે છે તે તેની આસપાસ હાજર હાઇડ્રોજનના ધુમ્મસને સાફ કરે છે અને ગેલેક્સીની લાઇટને પૃથ્વી સુધી પહોંચવામાં મદદ કરે છે.

(11:50 am IST)