Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જીવેમ શરદ : શભમ : અમેરિકામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શ્રી દર્શન કણસાગરાનો જન્મદિવસ : ૪૦ મો જન્મદિવસ સાદાઇથી ઉજવી રાજકોટના મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડાઓ ખરીદયા : બી.ટી.સવાણી હોસ્પિટલને આપી પરિવારના સંસ્કાર દીપાવ્યા

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : જીવેમ શરદ : શભમ, અમેરિકામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શ્રી દર્શન પ્રદીપ કણસાગરાએ અમેરિકામાં તેમનો ૪૦ મો જન્મદિવસ સાદાઇથી ઉજવી વતન રાજકોટના મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા પ્રયાસને મદદ કરવાનો નિર્ણય કર્યો. આ સંસ્થાના બાળકો જુદી જુદી વસ્તુઓ બનાવી તેમનો ખર્ચ કાઢતા હોય છે.

ડો. પ્રદીપભાઇએ આ સંસ્થાના પ્રમુખ પૂજાબેન પટેલનો સંપર્ક કરી સંસ્થાના બાળકોએ બનાવેલા ૩૩૩ દીવડાઓ ખરીદયા. કોરોના કાળમાં પોતાના જીવના જોખમે સમયની પરવા કર્યા વગર દર્દીઓની સેવા કરનાર સહુને બિરદાવવા અને નવા વર્ષની શુભેચ્છા આપવા આ સુંદર દીવડાઓ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના ડોકટરો અને સમગ્ર સ્ટાફને આપ્યા હતા. હોસ્પિટલના સૌ સભ્યોએ આ અભિગમ આવકાર્યો હતો.

શ્રી દર્શન કણાસાગરાએ સમાજના અન્ય શ્રેષ્ઠીઓને વિનંતી કરી છે કે તેઓના જન્મ દિવસ કે અન્ય પ્રસંગને સાદાઇથી ઉજવી આવી સંસ્થાઓ તથા સ્વદેશની બનાવટને પ્રોત્સાહન આપવું.

ઉલ્લેખનીય છે કે શ્રી દર્શને સમાજ ઉપયોગી આરોગ્યલક્ષી તથા કેરીયર માર્ગદર્શન અંગેના પ૦ થી વધુ વેબિનારનું જોય એકેડેમીના માધ્યમથી આયોજન કર્યુ હતું.  જેનો ઘણા લોકોએ લાભ લીધો હતો. તેમના જન્મદિવસે અમેરિકા તથા ભારતથી ઘણા મહાનુભાવોએ શુભેચ્છા સંદેશાઓ આપ્યા હતાં.

(12:00 am IST)