Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઇન્ડો કેનેડીયન નેઇલ પટેલના સ્ટોરમાંથી લોટરી ખરીદનાર ગ્રાહકને ૧ મિલીયન ડોલરનો જેકપોટઃ સતત ૬ વર્ષથી ઇનામ વિજેતા લોટરી વેચવાનો વિક્રમ

કેનેડાઃ કેનેડામાં ભારતીય મૂળના શ્રી નેઇલ પટેલના સ્ટોરમાંથી લોટરીની ટિકિટ ખરીદનાર ગ્રાહકને ૧ મિલીયન ડોલરનું ઇનામ લાગ્યુ છે.

કેનેડાના કિન્ડરસ્લે ખાતે ફુડ તથા કન્ફેશ્નરી વસ્તુઓનો વેપાર કરતા ઇન્ડો અમેરિકન શ્રી નેઇલ પટેલની દુકાનેથી લોટરી ખરીદનારને ૬ વર્ષમાં લાગેલું આ ૬ ઠ્ઠા ઇનામ છે. આ અગાઉ પણ પાંચ ગ્રાહકો ઇનામો જીતી ચૂકયા છે. આ ૬ ઠ્ઠા લોટરી વિજેતા ગ્રાહકને ઇનામ લાગતા તે તથા સ્ટોર માલિક શ્રી પટેલ બન્નેએ ખુશી તથા રોમાંચ વ્યકત કર્યા હતા. જો કે સ્ટોર માલિક માટે આ કોઇ નવી વાત નહોતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(8:55 pm IST)