Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હૃદયરોગના દર્દીઓને ઇમરજન્સી સારવાર સાથે જીવતદાન આપનાર ઇન્ડિયન અમેરિકન ડો.વેમુરી મુર્થીનું બહુમાનઃ યુ.એસ.કોંગ્રેસનો સુપ્રતિષ્ઠિત ''ગ્લોબલ ચેમ્પીઅન ઓફ રિસકસીટેશન'' મેડલ એનાયત

ઇલિનોઇસઃ યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન ડો.વેમુરી એસ.મુર્થીને યુ.એસ.કોંગ્રેસએ ''ગ્લોબલ ચેમ્પીઅન ઓફ રિસકસીટેશન'' મેડલ આપી સન્માનિત કર્યા છે.

ડો.વેમુરી યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના શિકાગો ખાતેના ડીપાર્ટમેન્ટ ઓફ ઇમર્જન્સી મેડિસીનમાં ફેકલ્ટી મેમ્બર છે. તથા છેલ્લા ૩ દાયકાથી ઇન્ટરનેશનલ વોલન્ટીઅર ઓફ ધ અમેરિકન હાર્ટ એશોશિએશનમાં સેવાઓ આપી રહ્યા છે. તેમને ૧૭ નવેં.૨૦૧૮ના રોજ ઇન્ડિયન અમેરિકન મેડિકલ એશોશિએશન આયોજીત ઇલિનોઇસ મુકામે ૩૮મા વાર્ષિક ગાલા બેંકવેટ પ્રસંગે ઉપરોકત મેડલ આપી કોંગ્રેસમેન  ડેન્ની કે ડેવિસ દ્વાર સન્માનિત કરાયા હતા.

ડો.વેમુરીએ ઘણાં કાર્ડિઆક એટેક દર્દીઓને બચાવી લઇ જીવતદાન આપ્યું છે. જે બદલ તેમણે ખુશી વ્યકત કરી હતી.

(8:54 pm IST)