Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

૨૦૧૪ની સાલમાં અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા રર હજાર જેટલા ભારતીયો હજુ સુધી આશ્રય મેળવવાની રાહમાં: યુ.એસ.સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસીઝનો અહેવાલ

વોશીંગ્ટનઃ ભારતમાં બેરોજગારીને કારણે અમેરિકામાં રોજીરોટી રળવા તથા સમૃધ્ધ થવાની આશાએ ૨૦૧૪ની સાલમાં ગેરકાયદે પ્રવેશેલા ભારતીયો પૈકી રર હજાર લોકો હજુ પણ આશ્રયની અપેક્ષામાં છે. જેમાં ૭ હજાર જેટલી મહિલાઓ છે. તેવું યુ.એસ. સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસના અહેવાલ થકી નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશન (NAPA)ના એકઝીકયુટીવ ડીરેકટર શ્રી સતનામ સિંઘ ચહલએ જણાવ્યું હતું.  સાથોસાથ તેમણે ઉમેર્યુ હતું કે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કયારેય ન કરવો. કારણ કે આવા લોકો પોતાના પરિવારને તેડાવી શકતા નથી. એટલું જ નહીં તેમના માટે કાયદેસર પ્રવેશની પ્રક્રિયા ખૂબ ખર્ચાળ તથા જટીલ બની રહે છે. તેથી કોઇપણ જાતની મુશ્કેલી વેઠવી ન પડે તે માટે કાયદેસર પ્રવેશ કરવાની તેમણે હિમાયત કરી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)