Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

15 ઓક્ટોબરથી પ્રવાસી વિઝા આપશે ભારત સરકાર : ગૃહ મંત્રાલયે માહિતી આપી

ન્યુદિલ્હી : ભારત સરકારે વિદેશી નાગરિકોને ભારતમાં આવવા અને રહેવા માટે કોઈપણ પ્રકારના ભારતીય વિઝા તેમજ પ્રવાસી વિઝા આપવાનું નક્કી કર્યું છે. 15 ઓક્ટોબરથી વિદેશીઓ માટે નવા પ્રવાસી વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે ગયા વર્ષે વિદેશીઓને આપવામાં આવેલા તમામ વિઝા રદ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પણ પ્રતિબંધ લાદ્યો હતો.

વિઝા સેવા શરૂ કરવા માટે ઘણા રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને કહેવામાં આવી રહ્યું હતું . આવી સ્થિતિમાં ગૃહ મંત્રાલયે આરોગ્ય, વિદેશી, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને અનેક રાજ્ય સરકારોના સહયોગથી વિઝા સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ગૃહ મંત્રાલયે 15 ઓક્ટોબર, 2021 થી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ભારતમાં આવતા વિદેશીઓને નવા પ્રવાસી વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. ચાર્ટર્ડ વિમાનો તેમજ અન્ય ફ્લાઇટ દ્વારા ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓ પણ આવું કરી શકશે. સામાન્ય ફ્લાઇટ્સ માટે, આ તારીખ 15 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. ભારતમાં આવતા લોકો માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા કોરોના વાયરસ સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ સાથે, કોરોના વાયરસની સ્થિતિને જોતા, વિઝા અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પર લાદવામાં આવેલા પ્રતિબંધોને વધુ હળવા કરવામાં આવ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(9:24 am IST)