Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા અમેરિકામાં પ્રથમ વખત સર્વમંગલ સ્ત્રોત

અમેરિકામાં સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા યોજાયેલ સર્વમંગલ સ્ત્રોત પ્રસંગે ઉપસ્થિત સંતો અને હરિભકતોની તસ્વીર.

રાજકોટ તા.૮: સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી મદ્દ સત્સંગિ જીવન ગ્રંથની કથા-સપ્તાહ પારાયણ વિદ્વાન સંતો હજારોની સંખ્યામાં આજે કહી રહેલ છે. જે ગ્રંથોને ભગવાન શ્રી સ્વામિ નારાયણે મસ્તકે ધારણ કરી યાત્રા કરેલ. આ ગ્રંથરાજના ત્રણસો ઓગણીસ અધ્યાયોમાં ૧૬૫૪૨ શ્લોકોના સારરૂપે સર્વમંગલ સ્ત્રોત છે.

શ્રી પ્રભુ સ્વામિના જણાવ્યાનુસાર અમેરિકામાં હડસન નદીના કિનારે આવેલ ન્યુયોર્ક અને ન્યુજર્સી સ્ટેટના પરામર્સ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં અનુષ્ઠાનનો પ્રારંભ કરાયેલ. અમેરિકાની ધરતી પર પ્રથમ વખત જ થઇ રહેલ આ સર્વમંગલ સ્ત્રોતનું અનુષ્ઠાન યોજાઇ રહયું છે.

પુરાણી શ્રી દેવપ્રસાદજી સ્વામી તથા સ્વામીશ્રી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામિએ તથા રાજકોટના ભુદેવશ્રી દવે કિશોર મહારાજે ઠાકોરજીનું પુજન કરી અનુષ્ઠાનનો પ્રારંભ કરાયેલ. આ પ્રસંગે યજમાનશ્રી ભુપેશભાઇ સાવલીયા પુજનમાં જોડાયેલ સંતોએ તેમને આર્શિવાદ પાઠવેલ.

અમેરિકાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું સંચાલન કરી રહેલ શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામિ તથા શ્રી આનંદપ્રિય દાસજી સ્વામિએ કહયું હતું કે, દેવકૃષ્ણદાસજી સ્વામિના સંકલ્પાનુસાર સને ૨૦૧૩માં ન્યુજર્સી રાજયના પરામર્સ ખાતે ગુરુકુલનો પ્રારંભ કરાયેલ. જેનો પંચાબ્દિ મહોત્સવનો પ્રારંભ સર્વમંગલ સ્ત્રોતના અનુષ્ઠાનથી કરાયેલ. જે ભાવિકોના મનોરથને પુરનાર છે એવા સદ્દગુરુ શ્રી શતાનંદ સ્વામિના આશીર્વાદ છે.

અમેરિકા ન્યુજર્સી ખાતે શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળના પંચાબ્દી મહોત્સવનો પ્રારંભ.

અમેરિકાની ધરતી પર પ્રથમ વખત સર્વમંગલ સોગનું અનુષ્ઠાન યોજાયું. સંતો તથા મેયરશ્રીએ દીપ પ્રાગટય કર્યુ.

સાધુ પોતાની અંગત મિલ્કત રૂપે પાંચ રૂ. જો રાખે તો તે ભગવાનનો મટી જાય  કૃષ્ણ પ્રીયદાસ સ્વરૂપ અમેરિકાના ન્યુજર્સી સ્ટેટ ખાતે શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળના પંચાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાયો. રાજકોટ ગુરૂકુળ એ તેની ૩પ શાખાઓના અધ્યક્ષ ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા ન્યુજર્સી રાજયના પરામર્શ શહેરના મેયરશ્રી રિચાર્ડ એ લબારબીએરાએ દીપ પ્રાગટય કરી પંચાબ્દી મહોત્સવને ખુલ્લો મૂકેલ.

શ્રી પ્રભુસ્વામીના કહ્યાનુસાર ઉત્સવનાં પ્રારંભ પૂર્વે ધૂનવાળા શ્રી નારાયપ્રસાદજી સ્વામી ત્થા શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શ્રી આનંદસ્વામી તથા શ્રી રઘુવીરદાસજી સ્વામી તથા હરિભકતોએ ભગવાન શ્રી સ્વામી નારાયણની ધૂન સાથેની પ્રાંતઃ કાલે પ્રભાત ફેરી કરેલ. રાજકોટના ભૂદેવ શ્રી કિશોરલાલ દવે મહારાજે સર્વમંગલ સ્ત્રોત્રના પુરશ્વરબનો પ્રારંભ કરાવેલ. ભગવાન શ્રી સ્વામી નારાયણના આત્મ સાક્ષાત્કારને પામેલ ત્રિકાળ દર્શી સંત શ્રી શતાનંદસ્વામીએ રચેલ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથવા ૧૬પ૪ર શ્લોકના સારૂ રૂપ શ્રી સર્વમંગલ સ્ત્રોત્રની રચના કરેલ. આ ગ્રંથ અને સ્ત્રોતમાં ભગવાનના ગુણ, ઐશ્વર્યો ને ચરિત્રો સાથે જીવનની નીતિ રીતિ, યોગશાસ્ત્ર, ખગોળ ભૂગોળ તેમજ શારીરિક ને આધ્યાત્મિક સુખાકારીનો સદ્પદેશ સમાયેલ છે.

અમેરિકામાં ગુરૂકુળોનું સંચાલન કર્તા શ્રી શાંતિપ્રીયદાસજી સ્વામીએ કહયું હતું કે ન્યુજર્સીમાં પરામસ  ખાતે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલની શાખાની શરૂઆત ગુરૂવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે પુરાણીશ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શાનુસાર સને ર૦૧૩માં કરવામાં આવેલ.

અહી બાળકો તથા યુવાનો માટે ગુજરાતી કલાસ, સંગીત કલાસ, યોગા, ભારતીય સંસ્કૃતિના માતૃદેવો, પિતૃદેવો, ભવના પાઠો શીખવાય છે દરેક ધર્મના માબાપો પોતાના સંતાનોને અહી સંસ્કાર લેવા મોકલે છે ૧૩૦ બાળકો ૬૦ યુવાનો તેમજ બાલીકા અને યુવતિઓ જેનો લાભ લીધો.

ભગવાનના ષોડષોપચાર પુજન નિત્ય સવારે કરવામાં આવે છે શનિ-રવિ વિશેષ સત્સંગનો લાભ સહુ લે છે આજે પ્રથમ દિવસ પ્રહાલી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ સત્સંગ લાભ આપતા કહ્યું હતું કે ભગવાનશ્રી સ્વામિનારાયણ ગૃહસ્થને પાંચ નિયમ આપેલ છે જેમાં દારૂ ન પીવો, ચોરી ન કરવી, માસ ન ખાવુ, વ્યભિચાર ન કરવો તથા જેના હાથનુ રાંધેલ અન્ન ન ખપતુ હોય તે નખાવુ એ રીતે સાધુઓને પંચ નિયમો કહેતા વર્તમાન આપેલ છે. જેમાં નિષ્કામ, નિલોભ, નિર્માન, નિસ્નેહ, નિઃસ્વાદ મુખ્ય છે.

સ્વામીશ્રી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામીએ નિર્લોભી વર્તમાન ઉપર વાત કરતા કહેલું કે પૂ.ગુરૂદેવશાસ્ત્રીજી મહારાજ કહેતા કે સંતો તમો પાંચ રૂપિયા જો પોતાના હરીને રાખશો તે દિવસ તમારી કિંમત ભગવાનની આગળ પાંચ રૂપિયાની થઇ જશે ને તમો ભગવાનના મટી જશો. (૧.૧૪)

(3:46 pm IST)
  • સ્ટૂઅર્ટ બ્રોડ 432 વિકેટ સાથે રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડી આગળ નિકળ્યો: કપિલના રેકોર્ડથી વધુ દૂર નથી:બ્રોડની 432 વિકેટ થઈ: કપિલના નામે 434 વિકેટ નોંધાયેલી:ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન સૌથી વધુ વિકેટ લેનારો બોલર :યાદીમાં તે 5મા નંબરે છે access_time 12:29 am IST

  • યોગેન્દ્ર યાદવની તામિલનાડુ પોલીસે કરી ધરપકડઃ પોલીસ ઉપર મારપીટનો આરોપઃ સ્વરાજ ઇન્ડિયા પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવની તામિલનાડુ પોલીસે ધરપકડ કરીઃ તેઓ ખેડૂતો સાથે દેખાવોમાં સામેલ હતાં: યોગેન્દ્ર યાદવે પોલીસ ઉપર મારપીટનો આરોપ મુકયોઃ પોલીસે ફોન છીનવી લીધો, માર માર્યો અને પોલીસ વેનમાં ધકેલવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ. access_time 3:41 pm IST

  • પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા આગામી લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટી (AAP)ની ટિકિટ પરથી ચૂંટણી લડશે :ટૂંક સમયમાં જ જાહેરાત થવાની શકયતા :આમ આદમી પાર્ટીની ચૂંટણીના અભિયાન માટે નોએડામાં આયોજિત રેલીમાં બીજેપી નેતા શત્રુધ્ન સિન્હા અને યશવંત સિન્હા પણ ઉપસ્થિત હતા :રેલીમાં કેજરીવાલે કહ્યું હતું કે, યશવંત સિન્હા જેવા સારા લોકોને ચૂંટણી લડવી જોઈએ access_time 12:32 am IST