Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જેટ એરવેઝના પાયલોટ અને એન્જીનીયરોને પગાર ચૂકવણીમાં સતત બીજા મહિને વિલંબ: મેનેજમેન્ટને અસહયોગની ચેતવણી

 

નવી દિલ્હી :નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહેલી ખાનગી એરલાઇન્સ કંપની જેટ એરવેઝએ પાયલટ અને એન્જિનિયરોની વેતન ચુકવણીમાં સતત બીજા મહિને વિલંબ કર્યો છે. અને તેના કારણે પાયલટે વેતન ચુકવણીના મુદ્દે કંપની મેનેજમેન્ટને અસહયોગની ચેતવણી આપી છે.

  કંપની છેલ્લા બે ત્રિમાસીક ગાળાથી નુકસાનમાં જઇ રહી છે.. કંપનીમાં સંયુક્ત આરબ અમીરાતની રાષ્ટ્રીય એરલાઇન્સ એતિહાદની 24 ટકા હિસ્સેદારી છે.

  જેટ એરવેઝને ચાલુ નાણાકીય વર્ષન  પ્રથમ ત્રિમાસીક ગાળામાં 1,036 કરોડ રૂપિયાની ખોટ ગઇ છે.. જે જૂનના ત્રિમાસીક ગાળામાં વધીને 1300 કરોડ સુધી પહોંચી ગઇ.

  જેટના પાયલટે ચાલુ સપ્તાહની શરૂઆતમાં કંપની મેનેજમેન્ટને પત્ર લખીને કહ્યું છે કે કોઇ પણ નોટિસ વગર વેતન રોકવુ તે ગંભીર મામલો છે અને તેને લઇને જો કોઇ પ્રતિક્રિયા આવે છે તો તેને લઇને મેનેજમેન્ટ સંપૂર્ણપણે જવાબદાર હશે.

(10:14 pm IST)