Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રોકાણકારો સાથે ૨.૩ મિલીઅન ડોલરની છેતરપીંડીઃ ઇકવીટી તથા ફયુચર ઓપ્‍શનમાં જંગી નફો થયાના ખોટા સ્‍ટેટમેન્‍ટ આપી બનાવટ કરીઃ યુ.એસ.માં શિકાગો સ્‍થિત ફાઇનાન્‍શીઅલ એડવાઇઝર ઇન્‍ડિયન અમેરિકન વિશાલ સાવલાને દોષિત ગણતી નોર્ધન ડીસ્‍ટ્રીકટ કોર્ટ

શિકાગોઃ યુ.એસ.ના શિકાગોમાં VCAP LLC નામથી ઇકવીટી તથા ફયુચર કોન્‍ટ્રાકટ અંગે ઇન્‍વેસ્‍ટમેન્‍ટનું કામ કરતાં  ઇન્‍ડિયન અમેરિકન ફાઇનાન્‍શીઅલ એડવાઇઝર ૩૭ વર્ષીય વિશાલ સાવલાને ૨.૩ મિલીયન ડોલરની છેતરપીંડી સબબ નોર્ધન ડીસ્‍ટ્રીકટ ઓફ ઇલિનોઇસ એટર્ની ઓફિસએ કસૂરવાન ઠરાવેલ છે.

વિશાલએ સગા, સંબંધી, મિત્રો તથા રોકાણકારોની ૨.૩ મિલીયન ડોલર જેટલી રકમનું ૨૦૧૪ થી ૨૦૧૬ની સાલ દરમિયાન ઇકવીટી તથા ઓપ્‍શન ફયુચરમાં રોકાણ કર્યુ હતું જેમાં ૯૫ ટકા જેટલી ખોટ ગઇ હતી. તેમ છતાં તેણે રોકાણકારોના ખોટા અને બનાવટી સ્‍ટેટમેન્‍ટ આપી છેતર્યાની કબૂલાત કરી હતી. જે ફેટ ફીંગર ટ્રેડ હોવાનું જણાવ્‍યું હતું. સાવલાને ૯ જાન્‍યુના રોજ સજા ફરમાવાશે જે ૨૦ વર્ષ સુધીની હોઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

 

(9:36 pm IST)