Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

૨૦૧૮ની સાલના NAPABA એવોર્ડ માટે ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી રાહત બબારની પસંદગીઃ જુદી જુદી ૮ કેટેગરી માટેના ૩૧ એવોર્ડ વિજેતાઓ પૈકી ‘કોમ્‍યુનીટી અન્‍ડર ફોર્ટી' માટે એવોર્ડ એનાયત

ન્‍યુજર્સીઃ અમેરિકામાં ‘‘નેશનલ એશિયન પેસિફીક અમેરિકન બાર એશોશિએશન (NAPABA)''એ ૨૯ ઓગ.ના રોજ કરેલી ઘોષણાં મુજબ ૨૦૧૮ની સાલ માટેના એવોર્ડ વિજેતાઓમાં ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી રાહત બબારનો સમાવેશ થયો છે.

શ્રી બબાર ન્‍યુજર્સી ડીપાર્ટમેન્‍ટ ઓફ લો એન્‍ડ પબ્‍લીક સેફટી ડીરેકટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમની કોમ્‍યુનીટી માટેની કાયદાકીય, રાજકિય, સામાજીક તથા નાગરિકત્‍વ ક્ષેત્રેની સેવાઓને ધ્‍યાને લઇને એવોર્ડ માટે પસંદ કરાયા છે. જે જુદા જુદા ૮ ક્ષેત્રો માટે અપાતા એવોર્ડ પૈકી ‘બેસ્‍ટ અન્‍ડર ફોર્ટી' ગૃપ કેટેગરી હેઠળ પસંદ થયા છે.

(9:34 pm IST)