Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

શિકાગો નજીક લોમ્બાર્ડ ટાઉનમાં આવેલ વેસ્ટીન હોટલના વિશાળ હોલમાં વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું દ્વિતીય અધિવેશન યોજવામાં આવશેઃ સપ્ટેમ્બર માસની સાતમી તારીખથી નવમી તારીખ એમ ત્રણ દિવસો દરમ્યાન યોજાનારા અધિવેશનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ડો. મોહન ભાગવત, ડો. પ્રણવ પંડ્યા તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો તથા ગુરૃદેવ શ્રીશ્રી રવિશંકર, સ્વામી પુનાત્મનંદાજી તથા અન્યજનો મોટી સંખ્યામાં પધારશેઃ અત્યાર સુધીમાં ૨૩૦૦ જેટલા પ્રતિનિધિઓએ પોતાના નામોનું રજીસ્ટ્રેશન કરાવેલ છે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ સપ્ટેમ્બર માસની સાતમી તારીખથી નવ તારીખ દરમ્યાન શિકાગો નજીક લોમ્બાર્ડ ટાઉનમાં આવેલ વેસ્ટીન હોટલમાં બીજી વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું અધિવેશન મળશે અને તેમાં વિશ્વના અન્ય દેશોમાં હિંદુઓ તથા તેમના શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજરી આપશે.

આ અંગેની વિગતોમાં જાણવા મળે તેમ સપ્ટેમ્બર માસની સાતમી તારીખે શુક્રવારે આખા દિવસ દરમ્યાન જે પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં ભાગ લેવાના હશે તેમણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે અને તે દિવસે વહેલી સવારે ૯ વાગે અશોક સિંઘલ હોલમાં સૌ પ્રતિનિધિઓ એકત્રિત શે અને ત્યારબાદ સવારે સાડા નવ વાગે પ્લેનરી એસનની ઉદ્ઘાટન વિધી કરવામાં આવશે અને મહાનુભાવો પ્રવચનો કરશે. ત્યારબાદ લંચ અને બપોરે બેથી ત્રણ વાગ્યા દરમ્યાન આર્થિક, મહિલા, યુથ, શૈક્ષણિક, મીડિયા તેમજ રાજકીય અને સંસ્થાકીય વ્યવસ્થા અંગે સેમીનારોનું આયોજન કરવામાં આવેલ છે. બપોરે ચાર વાગે ઉપરોકત વિષયો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે તેમજ તે દિવસે સાંજના સાડા છ વાગે હિંદુઓના સામુહિ પુનરૃત્થાન અંગે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવશે. પ્રથમ દિવસે સાંજના સાડા છ વાગ્યાી રાત્રે આઠ વાગ્યા દરમ્યાન ભારતની જાણીતી પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ અને તેમના પતિ ડો. એલ. સુબ્રમણ્યમ ભારતીય સુંદર સંગીત રજૂ કરશે.

વર્લ્ડ હિંદુ કોન્ફરન્સના બીજા દિવસે પણ ભિન્ન ભિન્ન વકતાઓ સેમીનારમાં જુદા-જુદા વિષયો પર પોતાના મંતવ્યો રજુ કરશે. ત્રીજા દિવસે ભિન્ન ભિન્ન સમિતિના અગ્રણીઓ સેમીનાર અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે તેમજ આભારવિધિ અને વર્લ્ડ હિંદુ કોંગ્રેસ કોન્ફરનસની સમાપ્તી અંગે પ્રાસંગિક પ્રવચનો યોજવામાં આવશે તેમજ મહાનુભાવોના જે સંદેશાઓ આવ્યા હશે તેનું વાંચન કરવામાં આવશે.

આ વર્લ્ડ હિંદુ કોન્ફરન્સમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ડો. મોહન ભાગવત, ડો. પ્રણવ પંડ્યા, ગુરૃદેવ શ્રીશ્રી રવિશંકર, હીસ હાઇનેસ દલાઇ લામા, અશ્વિન અમીન, સાધુ બ્રહ્મ વિહારી દાસ, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, સ્વામી પુનાત્મનંદાજી, સ્વામી સ્વરૃપાનંદજી તથા ઇકોનોમીક, શૈક્ષણિક, મીડિયાને સ્પર્શતા વકતાઓ મોટી સંખ્યામાં હાજરી આપશે અને પોતાના મંતવ્યો રજુ કરશે. આ કોન્ફરન્સમાં મહિલાને સ્પર્શતા પ્રશ્નોની પણ ચર્ચાઓ હાથ ધરવામાં આવશે.

(9:05 pm IST)