Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

આજીવન વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા OCI કાર્ડ ફરી અમલી : કોવિદ -19 ના કારણે એપ્રિલ માસમાં સુવિધા બંધ કરી દેવાઈ હતી

ન્યુદિલ્હી : વિદેશોમાં વસતા ભારતીયોને વતનમાં આવવા જવા માટે દર વખતે વિઝા મેળવવાની કડાકૂટ ન રહે તે માટે ભારત સરકારે વિઝા ફ્રી OCI  કાર્ડ અમલી બનાવ્યા હતા.પરંતુ કોવિદ -19 મહામારીને કારણે એપ્રિલ માસમાં આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ સ્થગિત કરી દેવાઈ હોવાથી આ કાર્ડ દ્વારા મળતી વિઝા ફ્રી સેવાઓ પણ સ્થગિત કરી દેવાઈ હતી.જે હવે ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે.
ભારત સરકારના આ નિર્ણયને ઇન્ડિયન અમેરિકન નાગરિકોએ ઉમંગ પૂર્વક વધાવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:07 pm IST)