Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

યુ.કે.માં સ્કોટલેન્ડ સ્થિત ભારતીય મૂળના વ્યવસાયીએ ટેક્સ બચાવવા ખોટા રિટર્ન ભર્યા : 9 વર્ષ માટે વ્યવસાય કરવા ઉપર બાન

સ્કોટલેન્ડ : યુ.કે.માં સ્કોટલેન્ડ સ્થિત ભારતીય મૂળના વ્યવસાયી 43 વર્ષીય હરદીપ સિંહ ખેરાએ ટેક્સ બચાવવા ખોટા રિટર્ન ભર્યા હતા.જે બાબત પુરવાર થઇ જવાથી બ્રિટિશ સરકારે તેઓને વ્યવસાય કરવા ઉપર 9 વર્ષ માટે બાન મૂકી દીધો છે.
ખેરા કોટબ્રિજ નોર્થ લેંકશાયરમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ચલાવતા હતા.જેનાથી થતી આવક તેમણે ટેક્સ બચાવવાના હેતુથી ઓછી બતાવી ખોટા રિટર્ન ભર્યા હોવાનું પુરવાર થયું હતું.પરિણામે તેઓને પોતાની કન્સ્ટ્રક્શન કંપનીમાં કોર્ટની મંજૂરી વિના કોઈપણ હોદાની રૂએ સીધી કે આડકતરી રીતે કામગીરી કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:23 pm IST)