Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી રાની સુલિવાનને ર લાખ ડોલરની ગ્રાન્ટઃ યુવાન મહિલાઓનો STEM એજ્યુકેશન પ્રત્યે લગાવ વધારવાનો હેતુ

મિસ્સીસિપ્પીઃ યુ.એસ.ની મિસ્સીસિપ્પી સ્ટે યુનિવર્સિટીની જેમ્સ વર્થ બાગલે કોલેજ ઓફ એન્જીનીઅરીંગના એરોસ્પેસ એનજીનીઅરીંગ પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રાની ડબલ્યુ સુલિવાનને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનએ ર લાખ ડોલરની ગ્રાન્ટ મંજુર કરી છે.

આ ગ્રાન્ટનો ઉપયોગ તેઓ યુવાન મહિલાઓને સાયન્સ ક્ષેત્રે વાળવા માટે કરશે. તથા એન્જીનીઅરીંગ ડીગ્રી પ્રત્યે લગાવ વધારવા માટે કરશે.

જે માટે તેઓ તેમની સાથેના સંશોધક મોહમ્મદી અરાગના સહયોગ વડે ૨ વર્ષ માટે આ ગ્રાન્ટ વાપરશે જેથી અમેરિકાને લ્વ્ચ્પ્ ગ્રેજ્યુએટ વ્યાવસાયિકોનીખોટ પૂરવામાં મદદ મળશે.

(8:56 pm IST)