Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

બોલીવુડ સિંગર શ્રેયા ઘોષાલનો ૨૩ ઓગ ૨૦૧૯ના રોજ અમેરિકામાં શાનદાર પ્રોગ્રામઃ ભારતમાંથી અંધાપો દૂર કરવા કાર્યરત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ''સંકારા આઇ ફાઉન્ડેશન''ના ઉપક્રમે યોજાનારા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ધુમ મચાવશે

કેલિફોર્નિયાઃ ભારતમાંથી અંધાપો દૂર કરવા કાર્યરત ફીલાન્થ્રોપિક ઓર્ગેનાઇઝેશન સંકારા આઇ ફાઉન્ડેશનના ઉપક્રમે ૨૩ ઓગ.૨૦૧૯ના રોજ અમેરિકામાં સૌથી મોટો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાશે.

સાન જોસ સ્ટેટ યુનિવર્સિટી, સાન જોસ કેલિફોર્નિયા મુકામે યોજાનારા આ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા શ્રેયા ઘોષાલનો મ્યુઝીક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં તેઓ પોતાના સિમ્ફોની ઓરકેસ્ટ્રા સાથે મ્યુઝીકની ધુમ મચાવશે.

ઉલ્લેખનીય છે કે ઝીટીવીના સારેગમ પ્રોગ્રામ સ્પર્ધાના વિજેતા બોલીવુડ સિંગર શ્રેવા ઘોષાલએ ૪ નેશનલ ફિલ્મ એવોર્ડ, તથા ૧૫ ફિલ્મફેર એવોર્ડ સહિત કુલ ૧૩૦ સુપ્રતિષ્ઠિત એવોર્ડ મેળવેલા છે. તેમના પ્રોગ્રામ થકી ફંડ ભેગુ કરી સાન ફ્રાન્સિસ્કો બે એરીયા સંકારા આઇ ફાઉન્ડેશન દ્વારા હાલમાં ભારતમાંથી અંધાપો દૂર કરવા ૯ હોસ્પિટલો કાર્યરત છે. જેમાં વધુ ૪ હોસ્પિટલ ઉમેરવાના પ્રોજેકટ સાથે ઉપરોકત પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

(8:50 pm IST)