Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

370 મી કલમ નાબૂદ કરવાનું અભૂતપૂર્વ પગલું ભરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિનંદન : ડો.વિઠ્ઠલભાઈ ધડુક,શ્રીમતી રંજનબેન ધડુક ,ડો.દિનેશભાઇ તથા સુશ્રી શોભનાબેન પટેલ,શ્રી આલબર્ટ જસાણી,સહિતના આગેવાનોએ ભારતના પ્રાઈમ મિનિસ્ટર તથા હોમ મિનિસ્ટર માટે ગૌરવ વ્યક્ત કર્યું

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ નાબૂદ કરવાનું અભૂતપૂર્વ પગલું ભરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ  મોદીને સ્ક્રેન્ટન-વિલ્ક્સ બેરે,પેન્સિલવેનિયા તથા અમેરિકામાં વસતા તમામ NRI વતી ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓએ  અભિનંદન પાઠવ્યા છે. ડો.વિઠ્ઠલભાઈ ધડુક,શ્રીમતી રંજનબેન ધડુક ,ડો.દિનેશભાઇ તથા સુશ્રી શોભનાબેન પટેલ,શ્રી આલબર્ટ જસાણી-રોયલ આલબર્ટ પેલેસ,સહિતના આગેવાનોએ ભારતના પ્રાઈમ મિનિસ્ટર તથા હોમ મિનિસ્ટર માટે ગૌરવ વ્યક્ત કર્યું છે.તથા આપેલું  વચન  હિમ્મતપૂર્વક અમલી કરી બતાવવા બદલ દેશના સેકન્ડ આયર્ન મેન તરીકે વર્ણવ્યા છે.તેમજ અમે સહુ  ભારતના હિત માટે લેવાયેલા નિર્ણયની સાથે છીએ તથા ભારત સરકારને અમારું સમર્થન છે.તેમ જણાવ્યું છે.તેવું ડો.વિઠ્ઠલભાઈ ધડુકની યાદી જણાવે છે.

(12:30 pm IST)