Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

અમેરિકાના ચાર ધામ ટેમ્‍પલ વુડલેન્‍ડમાં સાંઇબાબાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા કરાઇઃ ૨૬ તથા ૨૭ જુલાઇ દરમિયાન શિરડી સાંઇબાબા ઉત્‍સવ ઉજવાયો

વુડલેન્‍ડઃ ભારતના મહારાષ્‍ટ્રમાં આવેલા શિરડી સાંઇબાબા મંદિરની માફક યુ.એસ.ના ચાર ધામ ટેમ્‍પલ વુડલેન્‍ડમાં ૨૬ તથા ૨૭ જુલાઇ ૨૦૧૮ દરમિયાન સાંઇબાબાની મૂર્તિની પ્રોણ પ્રતિષ્‍ઠા હિન્‍દુ વિધિ મુજબ કરવામાં આવી છે.

મૂર્તિ પ્રતિષ્‍ઠાન વિધિ અંતર્ગત સાંઇ બાબાની મૂર્તિ સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. બાદમાં મૂર્તિની પ્રોણ પ્રતિષ્‍ઠા કરાઇ હતી. આ પ્રસંગે ૫૦૦ જેટલા ભક્‍તો હાજર રહ્યા હતા. ૩ પૂજારીઓએ ૨ હિન્‍દુ વિધિ મૂજબ મંત્રોચ્‍ચાર સાથે કળશ સ્‍થાપન કરી મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા કરી હતી. તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

(10:56 pm IST)