Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

યુ.એસ.માં સાન જોસ, કેલિફોર્નિયા મુકામે આવતીકાલ ૪ ઓગ.ના રોજ ભારતનો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશેઃએશોશિએશન ઓફ ઇન્‍ડિયન અમેરિકન્‍સ તથા બોલ્લી ૯૨.૩ FM ના સંયુકત ઉપક્રમે થનારી ઉજવણીમાં તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

કેલિફોર્નિયાઃ  કેલિફોર્નિયા : અમેરિકામાં એશોશિએશન ઓફ ઇન્‍ડો અમેરિકન્‍સ તથા બોલ્લી ૯૨.૩ એફ.એમ.ના ઉપક્રમે આવતીકાલ ૪ ઓગ.૨૦૧૮ શનિવારના રોજ ભારતનો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશે.

‘‘સ્‍વદેશઃ સેલિબ્રેટ ઇન્‍ડિયા'' બેનર હેઠળ થનારી ઉજવણી માટેનું સ્‍થળ સાન્‍તા કલારા કાઉન્‍ટી ફેરગ્રાઉન્‍ડસ, ૩૪૪ તુલ્લી રોડ, સાન જોસ, કેલિફોર્નિયા રાખવામાં આવ્‍યું છે. જેનો સમય સવારે ૧૧ વાગ્‍યાથી રાત્રિના ૧૧ વાગ્‍યા સુધીનો રહેશે.

ઉજવણી અંતર્ગત ધ્‍વજારોહણ, પરેડ, સિ લાયન તથા રેપટાઇલ શો, સાંસ્‍કૃતિક, કાર્યકમો, રમત-ગમત સ્‍પર્ધા, ડી.જે.મ્‍યુઝીક તથા ડાન્‍સ, ફ્રી હેલ્‍થફેર, હોર્સ રાઇડીંગ ઉપરાંત બોલીવુડ મ્‍યુઝીક ડીરેકટર બપ્‍પી લહેરીના ઓપન એર સંગીત પ્રોગ્રામનું આયોજન કરાયું છે. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(10:52 pm IST)