Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવારના સંચાલકોએ ટેલન્‍ટ શોનું કરેલું ભવ્‍ય આયોજનઃ સીનીયર સભ્‍યોમાં વિવિધ પ્રકારની છુપાયેલ નૈપૂણ્‍યતાઓને પ્રગટ કરવા માટેનો સોનેરી અવસરઃ સોલોડાન્‍સ, ગીત,ભજન તેમજ સામુહિક યાત્રો ધરાવતા નાટકો તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું કરવામાં આવેલું આયોજનઃ ૩૦૦ જેટલા સીનીયર ભાઇ બહેનો તથા આમંત્રિતોએ આપેલી હાજરીઃ સીનીયર એસોસીએસનના ટ્રસ્‍ટી ધિરેનભાઇ મિસ્‍ત્રી તેમજ ઇન્‍ડીયન સીનીઅર્સ ઓફ શિકાગોના પ્રમુખ નરસિંહભાઇ પટેલ તથા તેમના અન્‍ય સભ્‍યોએ આપેલી હાજરીઃ

 (કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ડેસ પ્‍લેઇન્‍સ વિસ્‍તારમાં વસવાટ કરતા યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સંચાલકોએ ડેસપ્‍લેઇન્‍સ ટાઉન નજીક મોર્ટનગ્રોવ ટાઉનમાં આવેલ મેરી કેથોલીક ચર્ચના ભવ્‍ય ઓડીટરીયમમાં ૨૧મી જુલાઇને શનીવારના રોજ એક ભવ્‍ય ટેલેન્‍ટશોનું આયોજન કરવામાં આવ્‍યું હતું આ પ્રસંગે આ સંસ્‍થાના બોર્ડ ઓફ ટ્રસ્‍ટી ધિરેન મિસ્‍ત્રી મુખ્‍ય મહેમાન તરીકે પધાર્યા હતા અને તેની સાથે સાથે ૩૦૦ જેટલા સીનીયર ભાઇ બહેનોએ  હાજરી આપીહતી અને તેને સફળ બનાવ્‍યો હતો.

ટેલેન્‍ટ શોની શરૂઆતમાં  સંસ્‍થાના સેક્રેટરી રમેશભાઇ ચોકસીએ મુખ્‍યમહેમાન  તથા સભ્‍યોને  આવકાર આપી આ ટેલેન્‍ટ શો અંગે વિસ્‍તૃત  માહિતીઆપી હતી.  શરૂઆત થઇ હતી અને તેમાં સૌ સભ્‍યોએ ભાગ લીધો હતો અને  તેમની પ્રાર્થનાકરી હતી.

આ વેળા ટેલેન્‍ટ શોની શરૂઆત  સંગીતનાા  કાર્યક્રમથી થઇ હતી અને તેમાં નવ બહેનો અને પાંચ ભાઇઓએ પોતાના ગીતો રજુ કર્યા હતા. જે બહેનોએ પોતાના જે ગીતો રજુ કર્યા હતા તેમાં પૂર્ણીમાબેન ભટૃ (ર) રંજનબેન દવે (૩) નયના ઓઝા (૪) જયોત્‍સનાબેન ચોકસી (પ) રમાબેન  સોની (૬) જયોત્‍સના બેન શાહ (૭) ભદ્રાબેન શાહ (૮)  નિહારિકા મણીયાર તથા (૯) સ્‍મીતાબેન સુરતરીયા હતા જયારે  પાંચ ભાઇઓમાં (૧) મહેન્‍દ્ર ઓઝા (ર) મહેશ દનક, (૩) સુરેશ રામી (૪) નલીનકાંત પરીખ અને (પ) ગુણવંત્ત સોનીનો  સમાવેશ થતો હતો આ સંગીતના ત્રણ બહેનો વિજેતા જાહેર થઇ હતી જેમાં (૧)  ભદ્રાબેન શાહ (ર) નિહારિકા મણીયાર તથા (૩) સ્‍મિતા સુતરિયા મુખ્‍ય હતા જયારે પુરૂષ વિભાગમાં બે ભાઇઓ વિજેતા જાહેર થયા હતા જેમાં (૧) નલીનકાંત પરીખ અને (ર)  ગુણવંતભાઇ સોની   મુખ્‍ય હતા.

આ કાર્યક્રમમાં ડો. હેમાબેન રાણા તથા  રમેશભાઇ ચોકસીએ સોલો ડાન્‍સ કર્યો હતો  જયારે કપલ ડાન્‍સમાં (૧) નિહારિકા અને યોગેશ મણીયાર (ર) અજીત અને ઉત્તરા મજમુદાર તેમજ (૩) રમેશ અને જયોત્‍સના  ચોકસી મુખ્‍ય હતા.

વિશેષમાં ત્રણ ભાગમાં રજુ કરવામાં આવેલ  શ્રવણ પોતાના આંધળા માતા પિતાને  ભારતમાં આવેલ મંદિરોના દર્શનાર્થે લઇ જાય છે તે આધારે નાટક  અત્‍યંત પ્રભાવિક રહ્યું હતુ અને તમામ સભ્‍યોએ આ નાટકનો અનેરો આનંદ માણ્‍યો હતો. જેમાં (૧) પૂર્ણિમાબકેન ભટૃ, (ર) સુધાકર શાહ  (૩) અજીત મજમુદાર (૪) મહેન્‍દ્ર ઓઝા (પ) નયના ઓઝા (૬)  દેવેન્‍દ્ર દોશી  (૭)  વિઠૃલભાઇ પટેલ તેમજ  (૮) ઉત્તરા મજમુદારે અભિયન કર્યો હતો.

આ વેળા  રાસગરબાનો કાર્યક્રમ  પણ રજુ કરવામાં  આવ્‍યો હતો અને તેમાં ભાઇ બહેનોએ  ભાગ લીધો હતો  અને સુધાકર પ્રવિણ ખત્રીએ  રમુજી ટૂચકાઓ રજુ કર્યા હતા.

આ ટેલેન્‍ટ શોનું સમગ્ર સંચાલન  મંદાબેન દમક  તથા સ્‍મિતાબેન સુતરીયાએ કુશળતાપૂર્વક કર્યુ હતુ. જયારે (૧) અતુલભાઇ સોની (ર)  રીટાબેન પટેલ તેમજ (૩) ઉષાબેન  કમારીયાએ જ તરીકે સેવાઓ આપી હતી.

વધારામાં  આ સંસ્‍થાના અગ્રણી અન લોકપ્રિય નેતા  હસમુખ સોની, કનુભાઇ પટેલ  તથા મનુભાઇ પટેલે  અમારી એક મુલાકાતમાં જણાવ્‍યું હતુ કે સીનીયર સભ્‍યોમાં અનેક પ્રકારની પ્રતિભાઓ તેમના જીવનમાં છુપાયેલી રહેલી છે અને તેને બહાર લાવવાનો અમારા સૌનો નમ્ર પ્રયાસ છે અને આવા પ્રકારના પ્રોગ્રામો યોજવાથી તેમાં અમોએ સફળતાઓ હાંસલ કરેલ છે અને સૌ સીનીયરોને એક નવીન પ્રકારનું પ્‍લેટફોર્મ પ્રાપ્ત થયેલ છે એવું તેમણે અંતમા જણાવ્‍યું હતું.

અંતમાં  સ્‍વાદિષ્‍ટ ભોજનને ન્‍યાય આપી સૌ વિખુટા પડયા હતા.

(10:51 pm IST)