Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

જો સ્કૂલો ફરીથી ચાલુ કરવામાં નહીં આવે તો સરકારી સહાય બંધ કરી દેવામાં આવશે : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ચીમકી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ટવીટરના માધ્યમથી જણાવ્યું હતું કે દેશમાં સ્કૂલો ફરીથી ચાલુ કરી દેવી જોઈએ.જર્મની ,ડેનમાર્ક ,નોર્વે ,સહિતના દેશોમાં કોઈપણ જાતની મુશ્કેલી વિના શિક્ષણ સંસ્થાઓ ફરીથી ચાલુ થઇ ગઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે સ્કૂલો ચાલુ ન થવા દેવામાં ડેમોક્રેટિક પાર્ટીને રસ છે.જે તેઓનું રાજકારણ છે.તેમને કોરોના વાઇરસ સુરક્ષા સાથે કોઈ નિસ્બત નથી
આથી  જો સ્કૂલો ચાલુ કરવામાં નહીં આવે તો તેઓની સરકારી સહાય રદ કરી દેવામાં આવશે તેવી ચીમકી તેમણે આપી છે.

(9:02 pm IST)