Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

9 જુલાઈથી બ્રિટનમાં ત્રિદિવસીય " ઇન્ડિયા ગ્લોબલ વીક " નું ઓનલાઇન આયોજન : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉદબોધન કરશે

લંડન : બ્રિટનમાં 9 જુલાઈથી  ત્રિદિવસીય " ઇન્ડિયા ગ્લોબલ વીક " નું  ઓનલાઇન આયોજન કરાયું છે. જેમાં  ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉદબોધન કરશે
તેઓ વર્તમાન કોવિદ -19 ,ચીન અને ભારત વચ્ચેના ઘર્ષણ ,તેમજ દેશના વ્યવસાયિક વિકાસ ,સહિતની બાબતે ઉદબોધન કરે તેવી શક્યતા છે.
આ પ્રસંગે વિદેશ મંત્રી એસ.જયશંકર ,રેલમંત્રી પિયુષ ગોયલ ,નાગરિક ઉડ્યન મંત્રી હરદીપ સિંહ પુરી ,સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ ,કૌશલ વિકાસ મંત્રી  મહેન્દ્ર્નાથ પાંડે ,સહિતના આગેવાનો ઓનલાઇન ઉદબોધન કરશે
બ્રિટન તરફથી પ્રિન્સ ચાર્લ્સ ,વિદેશ મંત્રી ડોમિનિક રબ ,ગૃહ મંત્રી ભારતીય મૂળના સુશ્રી પ્રીતિ પટેલ ,સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)