Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમેરિકામાં છત્રપતિ શિવાજી મહારાજનો 346 મો વાર્ષિક રાજ્યાભિષેક દિવસ ઉજવાયો :' શિવાજી મહારાજ અમેરિકા પરિવાર ' ના ઉપક્રમે ફેસબુકના માધ્યમ દ્વારા ઉજવણી કરાઈ : 20 દેશના 500 ઉપરાંત લોકો જોડાયા

એટલાન્ટા જ્યોર્જિયા : યુ.એસ.માં ' શિવાજી મહારાજ અમેરિકા પરિવાર ' ના ઉપક્રમે 20 જૂનના રોજ છત્રપતિ શિવાજી મહારાજનો 346 મો વાર્ષિક રાજ્યાભિષેક દિવસ ઉજવાઈ ગયો. ફેસબુક લાઈવ માધ્યમથી કરાયેલી ઉજવણીમાં જુદા જુદા 20 દેશોના 500 ઉપરાંત લોકો જોડાયા હતા.
ઉજવણી અંતર્ગત શિવાજી મહારાજની પ્રતિમાને અભિષેક કરાયો હતો.ઉપરાંત ભારતના મહાપુરુષોના વિડીઓનું નિદર્શન કરાવાયું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:55 pm IST)