Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

યુ.એસ.ના સાન જોસમાં સેવા ઇન્ટરનેશનલના ઉપક્રમે જરૂરિયાતમંદ નાગરિકોને પોષણયુક્ત આહાર અને ગ્રોસરી કિટ્સનું વિતરણ કરાયું : કોવિદ -19 દરમિયાન 75 હજાર લોકોને ગ્રોસરી અને 7 લાખ 50 લોકોને માસ્કનું વિતરણ કરવાનો લક્ષ્યાંક

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા સાન જોસ મુકામે સેવા ઇન્ટરનેશનલ બે એરિયાના ઉપક્રમે 19 જૂનના રોજ એક હજાર ઉપરાંત લોકોને ગરમ અને સાત્વિક તથા પોષણયુક્ત ભોજન તથા ગ્રોસરી કીટ પૂરી પાડવામાં આવી હતી.
નમ જીઆઓ રેસ્ટોરન્ટ  ખાતે કરાયેલા વિતરણ દરમિયાન સ્કૂલના બાળકોને પણ કીટ  આપવામાં આવી હતી આ તકે કેલિફોર્નિયાના એસેમ્બલીમેન કંસેન ચુ પણ હાજર રહ્યા હતા.
ગ્રોસરી કીટ અને પોષણયુક્ત આહાર ઘર વિહોણા લોકોને અને સીનીઅર સીટીઝન હોમ્સ ખાતે વિતરણ કરવામાં આવે છે.તેવું સેવા ઇન્ટરનેશનલ બે એરિયા ચેપટર કો-ઓર્ડીનેટર શ્રી ગુરૂપ્રસાદે જણાવ્યું હતું
કોવિદ-19 દરમિયાન સેવાકાર્ય નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાએ 75 હજાર જરૂરિયાતમંદ લોકોને ભોજન અને 7 લાખ 50 હજાર લોકોને માસ્ક વિતરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

(8:28 pm IST)