Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

' કોવિદ -19 ' : યુ.કે.ની 13 યુનિવર્સીટીઓ માટે કપરી પરિસ્થિતિ : આ વર્ષે ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં અડધો અડધ ઘટાડો થવાની શક્યતા

લંડન : આ વર્ષે કોવિદ -19 ની પરિસ્થિતિના કારણે યુ.કે.માં આવતા વિદેશી સ્ટુડન્ટ્સની સંખ્યામાં જબબર ઘટાડો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.જે મુજબ ભારતથી આવતા સ્ટુડન્ટ્સની સંખ્યા અડધો અડધ ઘટી જઇ શકે છે.જેને પરિણામે 13 જેટલી યુનિવર્સીટીઓ માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વિદેશોમાંથી વધુ અભ્યાસ માટે ભારતથી આવતા સ્ટુડન્ટ્સ દ્વારા યુ.કે.તથા તેની યુનિવર્સીટીઓને અંદાજે 13 થી 40 હજાર કરોડ રૂપિયા જેટલી આવક થાય છે.

(2:59 pm IST)