Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આવેલા 9 હાઈરાઈઝ એપાર્ટમેન્ટ્સમાં આજ શનિવારથી 5 દિવસનું લોકડાઉન : એક જ દિવસમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ જોવા મળતા લેવાયેલો નિર્ણય

મેલબર્ન : ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આવેલા 9  હાઈરાઈઝ એપાર્ટમેન્ટ્સમાં આજ શનિવારથી  5 દિવસનું  લોકડાઉન અમલી કરાયું છે. એક જ દિવસમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ જોવા મળતા આ નિર્ણય લેવાની ફરજ પડી છે.તેવું સત્તાધીશોએ કહ્યું હતું
હજારો નાગરિકોનો વસવાટ ધરાવતા આ 9 એપાર્ટમેન્ટ્સમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે સેંકડો પોલીસ તહેનાત કરી દેવાયા છે.આ ટાવરમાં કોરોના વાઇરસથી સંક્રમિત અનેક લોકો વસે છે.જેમાંથી આજ લોકડાઉનનો અમલ થયા પછી પોતાના ઘરમાં મોડા આવનારા લોકો પ્રવેશ નહીં મેળવી શકે.તમામ રહેવાસીઓ અને 500 જેટલા પોલીસકર્મીઓને   ભોજન પહોંચાડવાની  વ્યવસ્થા કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:59 pm IST)