Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદ ઉપર વિજેતા થવામાં સીનીઅર સિટિઝનોના મત ચાવીરૂપ ભાગ ભજવે છે : છેલ્લા બે દાયકાથી રિપબ્લિકન પાર્ટીના નિશ્ચિત ગણાતા આ મતો ટ્રમ્પ ગુમાવે તેવી શક્યતા : દેશમાં હાહાકાર મચાવી રહેલ કોરોના વાઇરસ અને તેને નાથવામાં ટ્રમ્પ વહીવટી તંત્રની નિષ્ફ્ળતા પાસુ પલટી શકે છે : ટ્રમ્પને વ્હાઇટ પુરુષો અને તેમના હરીફ બિડનને વ્હાઇટ મહિલાઓ અને અશ્વેત મતદારોનું સમર્થન હોવાનું પોલનું તારણ : સી.એન.એન.નો અહેવાલ


વોશિંગટન : 1916 ની સાલમાં ડોનાલ્ડ ટ્રમ્પને ગૌરવભેર ચૂંટી મત આપનાર સીનીઅર સીટીઝન નિવૃત બેન્કર ,બળાપો વ્યક્ત કરતા કહે છે કે એક બિઝનેસમેન અમેરિકાને નવી ઉંચાઈએ લઇ જશે તેવી આશા સાથે મત આપ્યો હતો તેના ઉપર પાણી ફરી વળ્યું છે.તેથી હવે નવેમ્બર માસમાં તે ભૂલનું પુનરાવર્તન નહીં કરે.વ્યથા સાથે આ 77 વર્ષીય સીનીઅર સીટીઝન ઉમેરે છે કે છેલ્લા 2 દાયકાથી રિપબ્લિકન પાર્ટી માટેના સીનીઅર નાગરિકોના નિશ્ચિત મતો હવે ટ્રમ્પના ચૂંટણી પ્રચાર દરમિયાન ગુમાવી દેવાના એંધાણ વરતાઈ રહ્યા છે.
તેણે ઉમેર્યું હતું કે 2016 ની સાલમાં 65 વર્ષથી વધુ ઉંમરના 21 ટકા લોકોના મત રિપબ્લિકન પાર્ટીને મળ્યા હતા જેણે હિલેરી ક્લિન્ટનને હરાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.તે મતો આ વખતે જો બિડન તરફ વળી રહ્યા છે.જે સ્થિતિ ફ્લોરિડા ઉપરાંત સમગ્ર દેશમાં જોવા મળી રહી છે.આ વખતે રિપબ્લિકન પાર્ટીના છેલ્લા 60 વર્ષથી સમર્થક રહેલા લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પના અસ્થિર માણસને કારણે અને કોરોના વાઇરસની અસરને કારણે સ્ટોક માર્કેટ ધડામ થઇ જવાથી નવા ઉમેદવારને તક આપવાની ફરજ પાડશે
ચૂંટણી આડે 4 માસ બાકી રહ્યા છે તેવા સંજોગોમાં ફ્લોરિડા ઉપરાંત સમગ્ર દેશમાં  વધી રહેલા કોરોના વાઇરસના કેસ અને તેને નાથવામાં તંત્રની નિષ્ફ્ળતા સામે સવાલો ઉઠી રહ્યા છે.અનેક લોકોના મંતવ્ય મુજબ ટ્રમ્પ વહીવટી તંત્રની આ ઘોર નિષ્ફળતા છે.જે મતદારોને અકળામણમાં મૂકી દેનારી છે.
આ વ્યથા ફ્લોરિડાના માત્ર એક નિવૃત વ્યક્તિની નથી પરંતુ મિચીગનના 77 વર્ષીય મહિલા પણ આ વખતે જો બિડનને મત આપશે તેમ જણાવે છે.જેના મંતવ્ય મુજબ ટ્રમ્પનો પરાજય અમેરિકા ઉપરાંત સમગ્ર વિશ્વને સ્થિરતા આપનારો બની રહેશે.હવે નેતૃત્વ બદલવાનો સમય થઇ ગયો છે.
તેજ પ્રમાણે 74 વર્ષીય નિવૃત શિક્ષક પણ વ્યથા વ્યક્ત કરતા કહે છે કે ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા દુનિયામાં હાસ્યાસ્પદ બની ગયું છે.ટ્રમ્પ માટે ફ્લોરિડા ,એરિઝોના ,મિચીગન ,પેન્સિલવેનિયા ,અને વિસ્કોસીન કે જ્યાં સિનિયરોની વધુ વસ્તી છે અને તેઓનો વધુ પ્રભાવ છે તેમના સમર્થન વિના ફરીથી ચૂંટાવું મુશ્કેલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડન વચ્ચેની સ્પર્ધામાં ટ્રમ્પને  વ્હાઇટ પુરૂષોનું જયારે બિડનને  વ્હાઇટ મહિલાઓ અને અશ્વેત લોકોનું સમર્થન મળી રહ્યું હોવાનું પોલ દ્વારા જાણવા મળે  છે. ફ્લોરિડાના ખાડી  વિસ્તારોમાં 2016 ની સાલ કરતા આ વખતે જુદી પરિસ્થિતિ છે.ટ્રમ્પને ગયા વખતે મળેલું સિનિયરોનું સમર્થન નિર્ણાયક બન્યું હતું. બંને પાર્ટીના સરખા રજીસ્ટર્ડ મતદારો હતા.જે પૈકી આ વખતે રિપબ્લિક મતદારોના  10 હજાર મત ઓછા મળે તેવું છે.  જે બિડન તરફ ઢળી રહ્યા હોવાનું પોલ દર્શાવે છે.સીનીઅર સિટિઝનોના મત કે જે ગયા વખતે ટ્રમ્પને જીતાડવામાં નિર્ણાયક બન્યા હતા તે આ વખતે બિડનને જીતાડવામાં નિર્ણાયક બનશે તેવું લાગે છે.
ડેમોક્રેટ પાર્ટીના સમર્થકોની સંખ્યામાં પણ છેલ્લા થોડા સમયમાં વધારો થયો છે.ગઈ ચૂંટણીમાં હિલેરીના વિરોધીઓ આ વખતે બિડનના સમર્થક બનશે.ઉપરાંત રિપબ્લિકન પાર્ટીની આ ટર્મની કામગીરીથી અસંતુષ્ટ મતદારો બિડનને સમર્થન આપશે તેવું ડેમોક્રેટિક પાર્ટીના એક કોમ્યુનિટી લીડરે સી.એન.એન.સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. તેમના અભિપ્રાય મુજબ કોરોના વાઇરસને કારણે ટ્રમ્પ માટે હારવાના સંજોગોનું નિર્માણ થયું છે.નવી પેઢીના ડેમોક્રેટ સમર્થકો ભલે હિલેરીથી નારાજ નહોતા પરંતુ ટ્રમ્પની નીતિ રીતિથી નારાજ છે.તેવા મારા પુત્ર અને પૌત્ર સાથેના તેમજ અનેક યુવા મતદારોના અભિપ્રાય સાથે હું કહી શકું છું.
જોકે ટ્રમ્પના સમર્થક એવું કહે છે કે ટ્રમ્પ ચોક્કસ જીતશે.હું તેમને માસ્ક પહેરવાની સલાહ આપું છું.ફ્લોરિડામાં બંને પાર્ટીના પ્રચારના વાવાઝોડા વચ્ચે બિડનની વધુ પડતી ઉંમર તેને વહીવટ માટે અક્ષમ ગણાવતો રિપબ્લિકન પાર્ટીનો પ્રચાર છે.જોકે સામે પક્ષે ટ્રમ્પ પણ કઈ યુવાન નથી પરંતુ તેમનામાં શક્તિ ને સ્ફૂર્તિ છે.
64 વર્ષીય એક મહિલાના મત મુજબ રિપબ્લિકન પાર્ટીના અનેક સમર્થકો ટ્રમ્પથી રાજી નથી પરંતુ સામે પક્ષે તેઓ બિડનને પણ મત આપવા માંગતા નથી જે એક સમસ્યા છે.
સેન્ટ પીટર્સબર્ગ ખાતેના ડેમોક્રેટિક અગ્રણીના મંતવ્ય મુજબ ટ્રમ્પ સામેના અણગમાનું  વાવાઝોડું નેતાગીરીમાં પરિવર્તન માંગે છે.
 અન્ય 77 વર્ષીય અગ્રણીના જણાવ્યા મુજબ ટ્રમ્પ એક મોટા સાથીદાર છે જેણે અનેક લોકોને રાજકારણમાં સક્રિય કર્યા છે.
તેવું સી.એન.એન.ના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

 

(1:07 pm IST)