Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અમેરિકાની ગ્લોબલ કંપની માઈક્રોસોફ્ટ ઉત્તર પ્રદેશમાં જંગી રોકાણ કરશે : 4000 લોકોને રોજગારી આપશે : ઉત્તર પ્રદેશના મિનિસ્ટર સિદ્ધાર્થનાથ સિંહ અને માઈક્રોસોફ્ટ ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર રાજીવકુમાર વચ્ચે થયેલા વર્ચ્યુઅલ કરાર

લખનૌ : અમેરિકાની ગ્લોબલ કંપની માઈક્રોસોફ્ટ ઉત્તર પ્રદેશમાં જંગી રોકાણ કરશે.આ માટે જગ્યાની પસંદગીની કામગીરી શરૂ થઇ ગઈ છે.
તાજેતરમાં ઉત્તર પ્રદેશના મિનિસ્ટર સિદ્ધાર્થનાથ સિંહ અને માઈક્રોસોફ્ટના મૅનેજિંગ ડિરેક્ટર રાજીવકુમાર વચ્ચે થયેલા વર્ચ્યુઅલ કરાર મુજબ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે સ્થાપનારા પ્લાન્ટ દ્વારા સ્ટેટના 4 હજાર લોકોને રોજગારી મળશે.
હાલમાં આ કંપનીના બેંગ્લોર અને હૈદરાબાદ મુકામે કેમ્પસ કાર્યરત છે.જ્યાં અનુક્રમે 2 હજાર અને 5 હજાર કર્મચારીઓ છે.

(8:30 am IST)