Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

59 ચાઈનીઝ એપ ઉપર પ્રતિબંધ મુકવા બદલ સુશ્રી નિક્કી હેલીએ ભારતને બિરદાવ્યું : ભારત ચીનને સબક શીખવવા સક્ષમ હોવાથી યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિકી હેલી ખુશ

વોશિંગટન : ભારત અને ચીન વચ્ચે લડાખ બોર્ડર ઉપર ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે 20 ભારતીય સૈનિકો શાહિદ થવાથી ભારતે આક્રમકઃ પગલું ભર્યું છે.તથા ચીન સાથેનો વ્યવસાયિક સબંધ તોડી નાખવા ચીનથી આવતી વસ્તુઓ ઉપર ડ્યુટી વધારી દીધી છે.તેમજ લોકોએ પણ ચાઈનીઝ માલનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.
આ બધા વચ્ચે ભારત સરકારે ટિક્ટોક સહીત 59 એપ ઉપર પ્રતિબંધ મૂકી દેવાનું સાહસિક પગલું ભર્યું છે.જેને અમેરિકાના યુનાઇટેડ નેશનશ ખાતેના પૂર્વ એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીક્કી હેલીએ બિરદાવ્યું છે.તથા જણાવ્યું છે કે ભારત દેશ ચીનનો પ્રતિકાર કરવા સક્ષમ છે.જે ક્યારેય ચીનના ઘૂંટણીએ પડશે નહીં તેની મને ખાતરી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઈક પોમ્પીઓએ  પણ ભારતના ઉપરોક્ત પગલાંને બિરદાવી અમેરિકાનું ભારતને સમર્થન હોવાનું ઘોષિત કરેલું છે.

(5:54 pm IST)