Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ચીને ભારત સાથે ' આક્રમક ' વિદેશનીતિ અપનાવી : વાસ્તવિક નિયંત્રણ રેખા ( LAC ) મુદ્દે સ્પષ્ટતા કરવાના પ્રયાસો ઉપર બ્રેક લગાવી

બેજિંગઃ : લડાખ સરહદે 15 જૂનથી ભારત સાથે સંઘર્ષમાં ઉતાર્યા બાદ મંત્રણાઓ દ્વારા સુલેહના દેખાવો કરી રહેલા ચીનની બદદાનત વધુ એક વાર ખુલ્લી પડી ગઈ છે.જે મુજબ તેણે વાસ્તવિક નિયંત્રણ રેખા ( LAC ) મુદ્દે સ્પષ્ટતા કરવાના પ્રયાસો ઉપર  બ્રેક મારી દીધી છે.

1962 ની સાલથી ભારતની જમીન પચાવી પાડવાના પ્રયાસ કરી રહેલું ચીન તે વખતે ભારતની અમુક  જમીન ઉપર કબ્જો મેળવવામાં સફળ પણ રહ્યું હતું.પરંતુ હાલના સંજોગો જુદા છે.ભારતને વિશ્વના શક્તિશાળી દેશો જેવા કે અમેરિકા ,રશિયા ,યુરોપ સહિતમાંથી સમર્થન મળી રહ્યું છે.ઉપરાંત ભારતની સેનાનું બળ પણ વધ્યું છે.એટલુંજ નહીં દેશમાં ચાઈનીઝ વસ્તુઓના વપરાશમાં એકદમ ઘટાડો કરાયો છે.તેમજ 59 જેટલી ચાઈનીઝ એપ ઉપર પ્રતિબંધ પણ મૂકી દેવાયો છે.
આ સંજોગોમાં કુણું પડ્યું હોવાનો દેખાવ કરી રહેલા ચીને ફરી એકવાર પોતાની બદ દાનતનો પરચો આપી દીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)