Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

UAEમાં ૫ થી ૭ જુન ૨૦૧૯ દરમિયાન ૩ દિવસ ઇદ તહેવાર ઉજવાશેઃ મોલ તથા સિનેમા હોલ ત્રણે દિવસ ૨૪ કલાક ખુલ્લા રાખવા મંજુરી

દુબઇઃ યુ.એસ.ઇ.માં ૫ થી ૭ જુન ૨૦૧૯ દરમિયાન ૩ દિવસ સુધી ઇદ તહેવારની ઉજવણી કરાશે. દર વર્ષે આ તહેવારની ઉજવણી માટે શહેરમાં આવેલા મોલ ૨૪ કલાક ખુલ્લા રાખવા મંજુરી આપવામાં આવે છે. આ વર્ષે સિનેમા ઘરોને પણ સતત ૩ દિવસ ૨૪ કલાક ફિલ્‍મો બતાવવા માટે મંજુરી આપવામાં આવી છે તેવું ગલ્‍ફ ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

 

(9:28 pm IST)