Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

અમેરિકાના પ્રેસિડન્‍ટ પદના ઉમેદવાર આફ્રિકન અમેરિકન કોરી બુકરના ચૂંટણી કમ્‍પેનમાં ૧ ડઝન જેટલા ઇન્‍ડિયન અમેરિકનને સ્‍થાન

ન્‍યુજર્સીઃ ૨૦૨૦ની સાલમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્‍ટ પદ માટેની ચૂંટણીના ઉમેદવાર ન્‍યુજર્સી સેનેટર આફ્રિકન અમેરિકન કોરી બુકરના ચૂંટણી કમ્‍પેનમાં ૧ ડઝન જેટલા ઇન્‍ડિયન અમેરિકનને શામેલ કરાયા છે.

આ ચૂંટણી માટેના અન્‍ય ડેમોક્રેટ ઉમેદવારોમાં વાઇસ પ્રેસિડન્‍ટ જો બાઇડેન, હિન્‍દુ સાંસદ સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ, ઇન્‍ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરીસ, સહિત ૨ ડઝન જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેઓ વચ્‍ચે પ્રાઇમરી ચૂંટણીમાં મુકાબલો થશે.

 

(9:27 pm IST)