Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

‘‘ઇકો લોકેશન'': દૃષ્‍ટિહીન લોકોને ભીડભાડવાળી જગ્‍યાઓ ઉપર રસ્‍તો પાર કરવામાં મદદરૂપ થતું ઉપકરણઃ અવાજના આધારે નજીકની વ્‍યક્‍તિ કે વસ્‍તુ વચ્‍ચેનું અંતર દર્શાવી દેશેઃ ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૧૬ વર્ષીય સિધ્‍ધાર્થ અનન્‍થાની ક્રાન્‍તિકારી શોધ

મેસ્‍સેસ્‍યુએટસઃ યુ.એસ.માં લેક્ષીંગટન મેસ્‍સેચ્‍યુએટ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ૧૬ વર્ષીય યુવાન સિધ્‍ધાર્થ અનન્‍થાએ દૃષ્‍ટિહીન લોકો માટે આશાનું કિરણ ધરાવતું તદન નવા પ્રકારનું ‘ઇકોલોકેશન' તૈયાર કર્યુ છે. જે આજુબાજુના અવાજો તથા ધ્‍વનિના આધારે પોતે કયાં છે તેનો ખ્‍યાલ આપવામાં દૃષ્‍ટિરીનોને મદદરૂપ થશે. જે રીતે ડોલ્‍ફીન માછલી, ચામાચિડીયા જેવા પશુ પક્ષીઓ જમીન ઉપર આવતા અવાજોના આધારે પોતાનું લોકેશન જાણી શકે છે તે રીતે આ ઇકો લોકેશન પહેરનાર દૃષ્‍ટિહીન વ્‍યક્‍તિ પોતાનું લોકેશન જાણી શકશે.

માત્ર ૧૦ ડોલરની કિંમતે તૈયાર કરાયેલું આ ઉપકરણ પહેરનાર વ્‍યક્‍તિ તેની સામેની વ્‍યક્‍તિ કે વસ્‍તુ વચ્‍ચેનું અંતર જાણી શકશે. ખાસ કરીને ભીડભાડવાળી જગ્‍યાઓ ઉપર રસ્‍તો કરવા દૃષ્‍ટિહીનોને આ ઉપકરણ મદદરૂપ થશે જે પગમાં કે આંખો ઉપર પહેરી શકાય છે આ ઉપકરણ તે ભારત આવી દૃષ્‍ટિ હીનોને આપવા માંગે છે.

 

 

(9:26 pm IST)