Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

''એક નયા ઇતિહાસ રચે હમ'' : અમેરિકામાં હિન્દુ સ્વયંસેવક સંઘ હયુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ''હિન્દુ સંગઠન દિવસ'' ઉજવાયોઃ જુદા જુદા ૪૮ જેટલા હિન્દુ સંગઠનોના ૧૭૦ ઉપરાંત પ્રતિનિધિઓ એક છત્ર હેઠળ ભેગા થયા

હયુસ્ટનઃ અમેરિકામાં હિન્દુ સ્વયંસેવક સંઘ USA હયુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ૨ જુન ૨૦૧૮ના રોજ ટેકસાસના હયુસ્ટનમાં આવેલા JVB પ્રેક્ષા મેડીટેશન સેન્ટર ખાતે ૧૩મો વાર્ષિક ''હિન્દુ સંગઠન દિવસ'' ઉજવાઇ ગયો જેમાં ગ્રેટર હયુસ્ટનના ૪૮ હિન્દુ ઓર્ગેનાઇઝેશન્શના ૧૭૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

''એક નયા ઇતિહાસ રચે હમ'' થીમ સાથે જુદા જુદા હિન્દુ સંગઠનોને એક છત્ર હેઠળ ભેગા કરવાના હેતુથી ઉજવાતા આ હિન્દુ સંગઠનના દિવસ નિમિતે મુખ્ય વકતા તરીકે પદમભૂષણ પ્રોફેસર વેદપ્રકાશ નંદાએ હાજરી આપી હતી.

ઉજવણી અંતર્ગત નવી પેઢીમાં નેતૃત્વના નિર્માણ સાથે અમેરિકામાં હિન્દુઓની આગવી ઓળખ વિષય ઉપર ભાર મુકાયો હતો. જે માટે તમામ હિન્દુ તહેવારો સહુ સાથે મળીને ઉજવે તથા રાજકિય આગેવાનોને હાજર રાખી સંગઠનની શકિત દર્શાવે તેવો મત વ્યકત થયો હતો. ઉપરાંત નિસ્વાર્થ સેવા, તેમજ યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવા વિશે મંતવ્યો વ્યકત થયા હતા તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:31 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST