Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

યુ.એસ.માં ન્યુયોર્કના ૧૨ માં કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટના ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર શ્રી સુરજ પટેલને હોબોકેન મેયર શ્રી રવિ ભલ્લાનું સમર્થન

ન્યુજર્સી : યુ.એસ.ના ન્યુજર્સીમાં આવેલા હોબોકેનના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મેયર શ્રી રવિ ભલ્લાએ ન્યુયોર્કના ૧૨ માં કોંગ્રશ્નલ ડીસ્ટ્રીકટના ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર શ્રી સુરજ પટેલને સમર્થન જાહેર કર્યુ છે.

શ્રી ભલ્લાએ જણાવ્યું હતું કે અમેરિકાની કોંગ્રેસમાં વધુ ઇન્ડિયન અમેરિકન પ્રતિનિધિઓ ચૂંટાઇ આવે તે જરૂરી છે. શ્રી સુરજ પટેલ નવી પેઢીના યુવાન ઇન્ડિયન અમેરિકન છે. તેમને સમર્થન આપવાથી તેઓ ન્યુયોર્કના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન બની શકશે. પ્રાઇમરી ચૂંટણી ૨૬ જુન ૨૦૧૮ના રોજ છે.

(5:37 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST