Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

‘‘ઓવરસીઝ વોલન્‍ટીઅર્સ ફોર બેટર ઇન્‍ડિયા (OVBI)'' : ભારતના ખેડૂતોનું જીવનધોરણ ઊંચુ લાવવા તથા ખેતી માટે નડતી પાણીની સમસ્‍યા દૂર કરવા અમેરિકામાં શરૂ થયેલું નવું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : પ્રથમ ફંડરેઇઝીંગ પ્રોગ્રામમાં ૨,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા

કેલિફોર્નિયા : ભારતના ખેડુતોનું જીવનધોરણ ઊંચુ લાવવા તથા ખેતી માટે તેમને નડતી પાણીની સમસ્‍યા દૂર કરવા યુ.એસ.માં ઇન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટર મિલ્‍પીટાસ કેલિફોર્નિયામાં નવા શરૂ કરાયેલા ‘‘ઓવરસીઝ વોલન્‍ટીયર્સ ફોર બેટર ઇન્‍ડિયા OVBI' ના ઉપક્રમે ૧૯ મે ૨૦૧૮ ના રોજ સૌપ્રથમવાર યોજવામાં આવેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામને જબ્‍બર પ્રતિસાદ મળ્‍યો હતો. જે મુજબ ૧ લાખ ૫૦ હજાર ડોલરના લક્ષ્યાંક સામે ૨ લાખ ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું હતું.

૪૦૦ લોકોની ઉપસ્‍થિતિમાં યોજાયેલા આ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ભેગી થયેલી આ રકમથી ભારતના  ૫૦ વધુ ગામોને મદદરૂપ થઇ શકાશે તેવું પ્રોજેક્‍ટ ચેર શ્રી મોહન ત્રિક્ષાએ જણાવ્‍યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે પાણીની તંગીના કારણે પાક નિષ્‍ફળ જતા ખેડૂતો દ્વારા કરાતા આપઘાતને ઘટાડવા શરૂ કરાયેલા આ નવા પ્રોજેક્‍ટનો લાભ કર્ણાટક, મહારાષ્‍ટ્ર તથા તામિલનાડુના પાંચસો ગામોને અપાશે તથા ૨૦૨૨ની સાલ સુધીમાં ૧૦ લાખ ખેડૂતોને પાણીની તંગીથી મુક્‍ત કરવાનો લક્ષ્યાંક છે તેવું બ્‍સ્‍ગ્‍ત્‍ પ્રેસિડન્‍ટ શ્રી સતેજ ચૌધરીએ જણાવ્‍યું હતું.

આ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં કેલિફોર્નિયા સ્‍ટેટ એસેમ્‍બલીમેન શ્રી આશ કાલરા તથા ફેમોન્‍ટ કાઉન્‍સીલમેમ્‍બર શ્રી રાજ સલવાન સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતાં. (૪૬.૪)

(9:36 pm IST)