Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

''પાકિસ્તાનની લાડી અને ચીનનો વર'' : ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેકટને કારણે પાકિસ્તાનમાં વસતા અનેક ચાઇનીઝ પરિવારોનું કારસ્તાનઃ ગરીબ ઇસાઇ યુવતિઓને સુખી તથા શ્રીમંતાઇભર્યા જીવનની લાલચ આપી માનવ તસ્કરીનું કૌભાંડઃ લગ્ન કરી ચીન લઇ જઇ દેહ વ્યાપારમાં ધકેલાતી પાકિસ્તાની યુવતિઓને બંને દેશોના દૂતાવાસની ચેતવણી

ઇસ્લામાબાદઃ ''પાકિસ્તાનની લાડી અને ચીનનો વર'' પાકિસ્તાન તથા ચીન વચ્ચે બંધાઇ રહેલા ઇકોનોમિક કોરિડોરને કારણે ચીનના અનેક નાગરિકો પાકિસ્તાનમાં વસ્તી રહ્યા છે. પરંતુ આ ચાઇનીઝ પરિવાર પાકિસ્તાનમાં વસતા ગરીબ ઇસાઇ પરિવારની છોકરીઓને સુખી તથા શ્રીમંતાઇ ભર્યા જીવનની લાલચ આપી માનવ તસ્કરી કરી રહ્યા હોવાના તથા આ ગરીબ યુવતિઓને દેહ વ્યાપારના ધંધામાં જોડી રહ્યા હોવાના બનાવો બનવા લાગ્યા છે. આથી પાકિસ્તાન તથા ચીન દૂતાવાસ દ્વારા આવા લગ્નો સામે ચેતવણી આપવામાં આવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:47 pm IST)