Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

''માઇક્રોસોફટ ઇમેજીન કપ વર્લ્ડ ફાઇનલ'': અમેરિકામાં યોજાયેલી સ્પર્ધામાં ભારતના ફરીદાબાદની ટીમ સેકન્ડ રનર્સ અપ તરીકે વિજેતાઃ હવાના પ્રદુષણ સામે રક્ષણ આપતું તથા અસ્થમાના દર્દીઓ માટે ખાસ ઉપયોગી ''એન્ટી પોલ્યુશન એન્ડ ડ્રગ ડીલીવરી માસ્ક'' બનાવ્યું

સીટલેઃ અમેરિકામાં ૬મે ૨૦૧૯ના રોજ યોજાયેલ ''માઇક્રોસોફટ ઇમેજીવ કપ વર્લ્ડ'' ફાઇનલ સ્પર્ધામાં ભારતીય સ્ટુડન્ટસની બનેલી ટીમ સેકન્ડ રનર્સ અપ તરીકે વિજેતા થઇ છે.

ભારતના ફરીદાબાદ સ્થિત માનવ રચના ઇન્સ્ટીટયુટ ઓફ રિસર્ચ એન્ડ સ્ટડીસના ૩ મેમ્બરની બનેલી ટીમએ હવાના પ્રદુષણથી રક્ષણ મેળવવા માટે તૈયાર કરેલ સ્માર્ટ ઓટો મેટેડ એન્ટી પોલ્યુશન એન્ડ ડ્રગ ડીલીવરી માસ્ક કે જે ખાસ કરીને અસ્થમા તથા દમના દર્દીઓ માટે વિશેષ ઉપયોગી છે તથા દિલ્હી અને ઉત્તર પ્રદેશના પ્રદુષણ ભર્યા વાતાવરણથી રક્ષણ આપવા ઉપયોગી છે, તેને ધ્યાને લઇ આ ટીમ સેકન્ડ રનર્સ અપ ઘોષિત થઇ હતી. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:12 pm IST)