Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

''હિન્દુ ચેરીટીઝ ફોર અમેરિકા'': યુ.એસ.ના ટેકસાસમાં યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૩૫ હજાર ડોલર ભેગા થઇ ગયાઃ ભારતના ઘરવિહોણાં બાળકોના શિક્ષણ માટે રકમ વપરાશે

ટેકસાસઃ યુ.એસ.માં ટેકસાસ સ્થિત નોનપ્રોફિટ હિન્દુ ચેરીટીઝ ફોર અમેરિકાના ઉપક્રમે ગયા મહિને ૭ એપ્રિલના રોજ યોજાઇ ગયેલા ફંડ રેઇઝીંગ વાર્ષિક પ્રોગ્રામમાં ૩૫ હજાર ડોલર ભેગા થઇ ગયા હતા.

જેવિસ કોમ્યુનીટી સેન્ટર ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં ૪૦૦ ઉપરાંત લોકોેએ હાજરી આપી હતી. 'બોલીવુડ મીટસ બોર્સ્ચટ બેલ્ટ' નામથી યોજાઇ ગયેલા આ પ્રોગ્રામ દ્વારા ભેગી થયેલી રકમ ભારતમાં વસતા ઘરવિહોણા બાળકોના શિક્ષણ માટે વપરાશે. તથા તેઓને વોકેશ્નલ ટ્રેનીંગ અપાશે.

પ્રોગ્રામમાં ડાન્સ, મ્યુઝીક સહિત વિવિધ મનોરંજન કાર્યક્રમો પેશ કરાયા હતા. જેમાં ભારતના જુદા જુદા રાજયો તથા ત્યોની સંસ્કૃતિનું નિદર્શન કરાવાયું હતું.

(7:59 pm IST)