Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

SACHEM સ્‍કુલ બોર્ડ ઓફ એજ્‍યુકેશનમાં સુશ્રી કૃપા પંચાલ લૌરીસેનાને ચૂંટી કાઢવા શ્રી દિલીપ ચૌહાણની અપીલઃ લોન્‍ગ આઇલેન્‍ડ ન્‍યુયોર્કમાં વસતા પ્રજાજનોની સલામતિ સાથે ટેકસનું ભારણ ઘટાડવા અને શિક્ષણનું સ્‍તર ઊચું લાવવા સુશ્રી કૃપા યોગ્‍ય ઉમેદવારઃ સાઉથ એશિઅન કોમ્‍યુનીટી લીડર ઇન્‍ડિયન અમેરિકન શ્રી દિલીપ ચૌહાણનું મંતવ્‍ય

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં SACHEM  સ્‍કૂલ બોર્ડ ઓફ એજ્‍યુકેશનમાં સુશ્રી કૃપા પંચાલ લૌરીસેનાને ચૂંટી કાઢવા સાઉથ એશિઅન લીડર ઇન્‍ડિયન અમેરિકન શ્રી દિલીપ ચૌહાણએ અપીલ કરી છે.

શ્રી ચૌહાણએ આ માટે કરેલી અપીલમાં જણાવ્‍યા મુજબ સુશ્રી કૃપા આદરણીય કોમ્‍યુનીટી લીડર છે. તેમણે કોમ્‍યુનીટી સેવાઓ તથા બિઝનેસ ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવેલા છે. તેમનો જુસ્‍સો, અનુભવ, તથા બુધ્‍ધિમતાને ધ્‍યાને લઇ હું ભારપૂર્વક વોટર્સને અપીલ કરૂ છું તેમ જણાવ્‍યું હતું. જેઓ બેલેટ પેપરમાં બીજા ક્રમે છે.

સુશ્રી કૃપાએ જણાવ્‍યું હતું કે તેઓ સલામતિ, શિક્ષણનું સ્‍તર, અભ્‍યાસક્રમ તથા ટેકસનું ભારત ઘટાડવા આતુર છે જે માટે શ્રી ચૌહાણના તેઓને સમર્થન બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

SACHEM લેજીસ્‍લેટીવ કમિટીના ચેરપર્સન તરીકે સુશ્રી લૌરીસેલાએ સ્‍કૂલ એડમિનીસ્‍ટ્રેશન કમિટી, તથા ચૂંટાયેલા અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી ૧૧ મિલીઅન ડોલરનું ફંડ અપાવ્‍યું હતું. તથા લોન્‍ગ આઇલેન્‍ડના પ્રજાજનોની આર્થિક તથા સામાજીક પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત રહ્યા છે. તેમના ગવર્મેન્‍ટ સાથેના સારા સંબંધો તથા ભાગીદારીને ધ્‍યાને લઇ શ્રી ચૌહાણએ સુશ્રી કૃપાને ચૂંટી કાઢવા અપીલ કરી છે. તેમણે અનેક પ્રશંસનીય તથા સેવાકીય કામગીરી માટે અનેક એવોર્ડ મેળવેલા છે. તેમ જણાવ્‍યું હતું. તેવું શ્રી દિલીપ ચૌહાણ દ્વારા જાણવા મળે છે.

 

(9:14 pm IST)