Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

યુ.એસ.માં ગુજરાતી સિનીયર સોસાયટી પ્લાનોની એપ્રિલ માસની મીટીંગ મળીઃ સિનીયર ભાઇ-બહેનોને થતા ઘૂંટણ અને સાંધાના દુઃખાવાઓ અંગે માર્ગદર્શન અપાયું: મે માસમાં પિકનિક, ગુજરાતી પિકચર, તથા જુન માસમાં હ્યુસ્ટનની ટુર વિષે માહિતી આપીઃ બર્થ ડે કાર્ડ સાથે હેપ્પી બર્થ ડે શુભેચ્છાઓ અને સ્વાદિષ્ટ ભોજન સાથે મીટીંગ સંપન્ન

ટેકસાસ : ગુજરાતી સિનીયર સોસાયટી પ્લાનોની એપ્રિલ માસની મીટીંગ તા.૨૪ એપ્રિલના રોજ સાંજે ૫ વાગે મિનરવા હોલમાં મળી હતી. લગભગ ૧૬૦ મેમ્બરોએ હાજરી આપી હતી. પ્રથમ પ્રમુખ સુભાષ શાહે આવકાર પ્રવચન કરલ. સેક્રેટરી હર્ષાબેન ગાંધીએ ગત મીટીંગનો અહેવાલ આપેલ. એપ્રિલ માસમાં જે કોઇ ભાઇ-બહેનોનો જન્મદિવસ હતો તેમને બર્ડ ડે કાર્ડ આપેલ તથા બર્ડ ડે ગીત ગાવામાં આવેલ. આજના મહેમાન શ્રી દિપકભાઇ ચાવડાનું ફુલથી સ્વાગત કરવામાં આવેલ અને મોમેન્ટો આપવામાં આવેલ. દરેક સિનીયર ભાઇ-બહેનોના પ્રશ્નનો જવાબ આપેલ. ઘૂંટણના દુઃખાવા તથા હિપનો પ્રોબ્લેમ, Solderનો દુઃખાવા વિષે સૌ કોઇએ દવા કરવી અને કસરત કરવી અને ચાલવા ઉપર ભાર મુકેલ. સૌ સભ્યોને સંતોષકારક જવાબ આપેલ.

ભૂતપૂર્વ પ્રમુખ જયકૃષ્ણભાઇ પટેલની તેમની બે વર્ષની સેવા બદલ મોમેન્ટો આપીને તેમની સેવાને બિરદાવી હતી. જેમનો જન્મદિવસ હતો તે સભ્યોને રીમાબેન તરફથી ગિફટ આપવામાં આવેલ. આજના ડિનર સ્પોન્સર સુમિત્રાબેન પટેલ અને તેમના ફેમીલીનું સ્વાગત કરવામાં આવેલ. ૧પ મે પિકનીક, ગુજરાતી ફિલ્મ ઓકિસઝન અને જૂન માસમાં હ્યુસ્ટનની ટુરનું આયોજન કરવામાં આવશે. અંતમાં સેક્રેટરી હર્ષાબેને સૌનો આભાર માનેલ. સૌ સ્વાદિષ્ટ ભોજન લઇને છુટા પડેલા તેવુ શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(7:15 pm IST)